બનાસંકાઠા : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી સામે મહાજંગ રહી છે. ત્યારે આ મહામારી અને લોકડાઉનના સમયમાં 1 મે ગુજરાત સ્થાપના દિનની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-gujrat-sthapna-divas-gj10014_01052020153105_0105f_1588327265_694.jpg)
જેમાં જિલ્લા શિક્ષક સરાફી મંડળીના ચેરમેન સંજયભાઈ દવે દ્રારા કોરોનાની મહામારીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કર્મયોગીઓને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે શુ કરી શકાય તે માટે વિચાર આવ્યો હતો. ત્યાર બાદ તેમણે જિલ્લા વિકાસ અધિકારી અજય કુમાર દહિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની તમામ શાખાઓના કર્મયોગીઓને વ્યક્તિદીઠ સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કર્યુ હતું.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-gujrat-sthapna-divas-gj10014_01052020153105_0105f_1588327265_1071.jpg)
તેમજ જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશનાર તમામ વ્યક્તિના શરીરનું તાપમાન માપી આગમચેતીની કાર્યવાહી કરી શકાય તે માટે બોડી ટેમ્પરેચરની ચકાસણી કરવા માટે એન્ટ્રી પર થર્મલ ગન આપવામાં આવી હતી.