- 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
- પાલનપુરથી 39 કિલોમીટર ઉત્તર તરફ ભૂકંપનું કેન્દ્રબિંદુ
- સદનસીબે કોઈ જ જાનહાનિ નોંધાઇ નથી
બનાસકાંઠા : જિલ્લા મથક પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે બપોરે 2:39 કલાકે 2.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 39 કિલોમીટર દૂર ઉત્તર દિશા તરફ નોંધાયું છે. આ ભૂકંપની ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નથી.
લોકોમાં ભયનો મહોલ
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં લોકો અવારનવાર ભૂકંપના હળવા આંચકા અનુભવતા હોય છે. જેના લીધે લોકોમાં ભયનો મહોલ જોવા મળતો હોય છે. મંગળવારે બપોરે 2.39 કલાકે 2.3ની તીવ્રતાના ભૂકંપના અનુભવાયા હતો.