- બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આધારિત અનેક તાલુકાઓમાં ખેતી
- વાવેતરના સમયે જ વરસાદ ખેંચાતા વાવેતર થયા બંધ
- જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નહિવત પાણી
બનાસકાંઠાઃ સામાન્ય રીતે બનાસકાંઠા (Banashkatha)સહિત સમગ્ર ગુજરાતમાં આ સમયમાં ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારીઓમાં લાગી જાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચોમાસામાં મગફળી અને દિવેલા, ઘાસચારા સહિત કઠોળ પાકોનું વાવેતર મુખ્યત્વે થાય છે. આ વખતે પણ શરૂઆતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોએ સારા વરસાદ થવાની આશાએ વાવેતર કરવાની તૈયારીઓ કરી દીધી હતી, પરંતુ તે બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચોઃ Junagadh Rain: વાવણીમાં થયો વિલંબ, ખેડૂતો થયા ચિંતાતુર
ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા(Banashkatha) જિલ્લાના ખેડૂતોને પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આ વર્ષે પણ વરસાદ ખેંચાતા ખેડૂતો(Farmers)ના માથે ફરી એકવાર ચિંતા મુકાઈ છે.
વરસાદ વગર પાકને નુકશાન
બનાસકાંઠા(Banashkatha) જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કોરોના વાયરસની મહામારી અને ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા(Banashkatha) જિલ્લામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી ખેડૂતો(Farmers)માં વરસાદ આવતાની સાથે જ ફરી એકવાર વાવેતર કરવાની આશા જાગી હતી, પરંતુ ત્યારબાદ 10 દિવસ સુધી વરસાદ ન થતા જગતનો તાત હવે ચિંતિત બન્યો છે.
વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા
વાવેતર કરવાની શરૂઆત સાથે જ વરસાદ ન આવતા ખેડૂતો(Farmers)એ વાવેતર કરવાનું બંધ રાખ્યું છે. જો વરસાદ વગર વાવેતર કર્યા પછી અઠવાડિયા, દસ દિવસ સુધી છોડને ફૂલ આવે તે સ્થિતિમાં જો વરસાદ ન થાય તો ચોક્કસ પાકને મોટું નુકસાન થઈ શકે છે. જેમાં હાલ બનાસકાંઠા(Banashkatha) જિલ્લાના ડીસામાં શરૂઆતથી અંદર સારો વરસાદ થતાં ખેડૂતો(Farmers)એ મોટાભાગે મગફળીનું વાવેતર કરી દીધું છે, પરંતુ હવે વરસાદ જેવું વાતાવરણ બને છે, પરંતુ મેઘરાજા મહેરબાન થતા નથી. જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

આ પણ વાંચોઃ જામનગરમાં સારા વરસાદની આશાએ શ્વાનો અને ગાયો માટે બનાવાયા 900 કિલો લાડુ
ગયા વર્ષે પણ બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી
ગયા વર્ષે પણ બનાસકાંઠા(Banashkatha)માં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેથી ખેડૂતો(Farmers) દેવાના ડુંગર તળે દબાઈ ગયા હતા. ત્યાં આ વર્ષે ફરીથી વાવેતર કર્યા બાદ મેઘરાજાએ મો ફેરવી લેતા જગતનો તાત ભગવાન ભરોસે બેઠો છે.
બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયોમાં હાલ પાણી ખૂટી ગયા છે
બનાસકાંઠા (Banashkatha)જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગયા વર્ષે દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થઇ હતી. જેના કારણે શિયાળો અને ઉનાળામાં બનાસકાંઠા(Banashkatha) જિલ્લા અને પાટણ જિલ્લામાં નહેર મારફતે દાંતીવાડા યોજનામાંથી ખેડૂતો(Farmers)ને વાવેતર કરવા માટે પાણી આપવામાં આવ્યું હતું. જે બાદ બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયોમાં હાલ પાણી ખૂટી ગયા છે. જેમાં સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ(Sipu Dam and Mukteshwar Dam)માં તો પીવાલાયક પણ પાણી નથી. જેથી હાલ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ આધારીત આજુબાજુના મોટાભાગના ગામોમાં જળસંકટ ઊભું થયું છે.

જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણી નાખવા ખેડૂતોની માગ
આ અંગે ખેડૂતો(Farmers) જણાવી રહ્યા છે કે, બનાસકાંઠા(Banashkatha) જિલ્લામાં ત્રણ જીવાદોરી ગણાતા જળાશયો છે. તેમાં પણ પાણી નથી, તો સરકાર આ ત્રણ જળાશયોમાં પાણી છોડે અને નદીઓને સજીવન કરવામાં આવે તો, આગામી સમયમાં બનાસકાંઠા (Banashkatha)જિલ્લામાં પાણીની તંગી ન સર્જાય.
આ પણ વાંચોઃ વર્ષો બાદ ભીમ અગીયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં જોવા મળી ખુશી
ખેડૂતો વરસાદની રાહ જોઈ બેઠા છે
બનાસકાંઠા (Banashkatha)જિલ્લો આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. મોટાભાગના તાલુકાઓ વરસાદના આધારે ખેતી કરતા હોય છે, બીજી તરફ જિલ્લામાં આવેલા જીવાદોરી સમાન જળાશયોમાં પણ આ વર્ષે વરસાદની આશાએ પાણી ભરાશે તેવી ખેડૂતો(Farmers) રાહ જોઈને બેઠા છે, પરંતુ આ વર્ષે પણ વાવેતરના સમયે બનાસકાંઠા (Banashkatha)જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો(Farmers) હવે ફરી એકવાર ચિંતામાં મુકાયા છે અને વરસાદ ક્યારે વર્ષે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે આ વર્ષે પણ જો બનાસકાંઠા(Banashkatha) જિલ્લામાં નહિવત વરસાદ થશે, તો ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં પાણીની મોટી સમસ્યા સર્જાય તેવી દહેશત જોવા મળી રહી છે.