પાલનપુરઃ બનાસ ડેરીએ એશિયાની નંબર વન ડેરી છે બનાસડેરી.જેના દ્વારા દર વર્ષે અનેક ચીજવસ્તુઓ ભારત દેશ અને વિદેશમાં પૂરી પાડવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન ગણાતી બનાસ ડેરી દ્વારા હાલ અનેક નવી પ્રોડક્ટો શરૂ કરવામાં આવી છે ત્યારે તાજેતરમાં જ બનાસ ડેરીએ નવું અમૂલ દૂધ લોન્ચ કર્યું છે.
અમૂલનાં મોતી દૂધને ફ્રિઝની બહાર જ 90 દિવસ રાખશો તો પણ બગડે નહીં. આ માટેનું ખાસ પાઉચ બનાસ ડેરીએ બનાવ્યું છે સામાન્ય દૂષ એક જ દિવસ ફ્રીજની બહાર રાખો તો તે બગડી જતું હોય છે પણ આ દૂધ તમે આજે દૂધ લાવો છો તો તે પાઉચને તમે ફ્રિઝની બહાર જ ત્રણ મહિના રાખીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. આટલા સમય પછી પણ તે બગડશે નહીં. બનાસ ડેરીના દાવા પ્રમાણે, ફ્રિજમાં રાખ્યા વિના દૂધ ન બગડે તે માટેનું પાઉચ બનાસ ડેરીએ બનાવ્યું છે.
આ અમૂલ મોતી દૂધના પાઉચથી ગ્રાહકોને દૂધ બગડવાની સમસ્યાથી છૂટકારો મળશે. મુસાફરીમાં થોડા દિવસો માટે બહાર જતાં હોવ તો તમે તમારી સાથે પણ આ પાઉચ રાખી શકો છો અને ઘરમાં પણ રાખી શકો છો. આ ઉપરાંત જેમના ઘરમાં ફ્રિઝની સુવિધા નથી તે પણ આ દૂધને કોઇપણ ચિંતા વગર રાખી શકે છે. પર્વતીય અને દુર્ગમ વિસ્તારમાં અમૂલનું મોતી દૂધ સૈન્ય અને પર્વતીય વિસ્તારમાં રહેતાં લોકોને ખૂબ જ ઉપયોગી બની રહેશે.