બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાયરસની અસર લોકોને ભયમાં મૂકી રહી છે. ત્યારે લોકો કોરોના વાયરસના ભયના કારણે અનેક કામો અટકાવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના વાયરસથી હાલમાં તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે.
કોરોના વાયરસની અસર લોકો પર ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર જિલ્લા કક્ષાનો અયોગ્ય લક્ષી કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ડીસા ખાતે આવેલા સિવિલ હોસ્પિટલના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા યોજાનાર જિલ્લાકક્ષાના કાર્યક્રમને પણ રદ કરવામાં આવ્યો હતો. ત્યારે બાંકસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસથી બચી શકાય તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલા અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય તે માટે જિલ્લાભરમાંથી વિવિધ ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં હતી. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રદ કર્યા બાદ તમામ લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.