બનાસકાંઠા: રાજસ્થાન સરહદથી ગુજરાતમાં મોટાપાયે દારૂ તેમજ માદક દ્રવ્યની હેરફેર વધી છે. જેને રોકવા માટે ગુજરાત ATSની ટીમ હવે સરહદી વિસ્તારોમાં એલર્ટ બની છે. જે અંતર્ગત બનાસકાંઠા SOG પોલીસને સાથે રાખી ગુજરાત ATS અને SOGએ સંયુક્ત રીતે ઓપરેશન પૂરૂ પાડ્યું છે.
ATS અને SOGએ મહારાષ્ટ્ર પાર્સિંગની કારની તપાસ કરી હતી. જેમાંથી 17 કિલો જેટલું ચરસ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. જેથી SOG અને ATSએ ચરસ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
આ બન્ને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.