ETV Bharat / state

દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનોએ ડીસામાં સભા યોજી, દસ ગણી પબ્લિક હાજર રહી

ગુજરાતમાં ભાજપે ભ્રષ્ટાચારથી રૂપિયા ભેગા કર્યાં હોવાનો આક્ષેપ ( Allegation of corruption on BJP government ) આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal public meeting in Deesa ) ડીસાની જાહેર સભામાં કર્યો હતો. કેજરીવાલે ગુજરાતના લોકોને આ વખતે ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ નવા એન્જિનની સરકાર બનાવવા અપીલ કરી હતી.

દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનોએ ડીસામાં સભા યોજી, દસ ગણી પબ્લિક હાજર રહી
દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનોએ ડીસામાં સભા યોજી, દસ ગણી પબ્લિક હાજર રહી
author img

By

Published : Oct 18, 2022, 4:16 PM IST

ડીસા બનાસકાંઠાના ડીસામાં લોકોને સંબોધન દરમિયાન ગુજરાતમાં ભાજપે છેલ્લા 27 વર્ષમાં ભ્રષ્ટાચાર ( Allegation of corruption on BJP government ) કરી ભેગા કરેલા રૂપિયા પેટમાં હાથ નાખીને કઢાવીશું એમ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal public meeting in Deesa ) જણાવ્યું હતું. કેજરીવાલે ગુજરાતના લોકોને આ વખતે ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ નવા એન્જિનની સરકાર એટલે કે આમ આદમીની પાર્ટીની સરકાર બનાવવા અપીલ પણ કરી હતી. કેજરીવાલની સભામાં બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાંં.

ગુજરાતમાં ભાજપે ભ્રષ્ટાચારથી રૂપિયા ભેગા કર્યાં હોવાનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર શરૂ ગુજરાતભરમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ તેમ દરેક પક્ષના દિગ્ગજ નેતાઓ પોતાના પક્ષને જીત અપાવવા માટે મેદાનમાં ઉતરી ગયા છે, વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ દરેક પક્ષના નેતાઓ હાલ ગામેગામ અને શહેરી વિસ્તારોમાં સભાઓ યોજી રહ્યા છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે વિધાનસભાની નવ બેઠકો પર દરેક પક્ષ જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.

આગલે દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવ્યાં હતાં બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભાની બેઠક પર હાલમાં દિગ્ગજ નેતાઓ પ્રચાર પ્રસાર અર્થે સભાઓ યોજી રહ્યા છે. જેમાં આ વખતે ડીસા બેઠક પર જિલ્લાના તમામ મતદારોની ચૂંટણીમાં નજર રહેશે. ગઈકાલે ભાજપના પાંચ વર્ષમાં કરેલા વિકાસને લઈ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગૌરવ યાત્રા લઈને ડીસા ખાતે પહોંચ્યા હતાં. જ્યાં ભૂપેન્દ્ર પટેલે સભા યોજી ફરી એકવાર ભાજપને વિજય બનાવવા માટે લોકોને અપીલ કરી હતી. ત્યારે 17મીએ ડીસાના હવાઈ પિલર મેદાન ખાતે એક સાથે બે મુખ્યપ્રધાન આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસાર અર્થે પહોંચ્યા હતાં. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા અત્યારથી દરેક પક્ષ પોતાના પક્ષને વિજયી બનાવવા માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે.

ભાજપ પર આકરા પ્રહાર બનાસકાંઠાના ડીસા હવાઈ પિલ્લર મેદાન ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભાઈ યોજાઈ હતી. જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ( Punjab Chief Minister Bhagwant Maan )ઉપસ્થિત રહી ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપના ચાલતા શાસન પર પ્રહારો ( Allegation of corruption on BJP government ) કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા નવ બેઠકોમાંથી બે બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં દિયોદર ખાતે ભેમાભાઈ ચૌધરી જ્યારે ડીસા ખાતે ડોક્ટર રમેશ ચૌધરીને આમ આદમી પાર્ટીની ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીના બંને મુખ્યપ્રધાનોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. ભાજપના 27 વર્ષના શાસનકાળ દરમિયાન કરેલા કામો અંગે બંને તો બીજી તરફ વિદ્યાર્થીઓના સમર્થન પર પણ કેજરીવાલે પ્રવચન આપ્યું હતું. વધુમાં આ બંનેએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બહુમતીથી વિજય અપાવે તે માટે પણ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત તમામ લોકોને અપીલ કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શું કહ્યું અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal public meeting in Deesa ) પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે 'આમ આદમીની સરકાર બનશે તો સૌથી પહેલું કામ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદીનું કરવામાં આવશે. ભાજપે છેલ્લા 27 વર્ષથી અને કોંગ્રેસે 32 વર્ષ સુધી ભ્રષ્ટાચાર ( Allegation of corruption on BJP government ) સિવાય કોઈ જ કાર્ય કર્યું નથી. આમ આદમીની સરકાર બનશે તો 27 વર્ષમાં કરેલા ભ્રષ્ટાચારના નાણા પેટમાં હાથ નાખીને પણ કઢાવીશું. આ નાણાંથી ગુજરાતની પ્રજાને મફત વીજળી, આરોગ્યની સેવાઓ અને મહિલાઓને દર માસે 1000 રૂપિયા તેમજ લાખો બેરોજગારોને નોકરીઓ આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાંથી અયોધ્યા રામલ્લાના દર્શન અર્થે જતા યાત્રિકો માટે મફત યાત્રાની સુવિધા કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે આઈબીના રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, આઇબીનો રિપોર્ટ પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે તેમ કહે છે. પરંતુ રિપોર્ટમાં પાતળી બહુમતી આવતી હોવાથી ગુજરાતની પ્રજા થોડું જોર લગાવી 150 થી વધુ સીટો અપાવે તો સરકારને કામ કરવામાં ખૂબ જ આસાની રહે'. તેમણે આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ પ્રમાણે તમામ વાયદાઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું.

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને શું કહ્યું પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ( Punjab Chief Minister Bhagwant Maan ) પણ ગુજરાતની સરકારને ભ્રષ્ટાચારી ( Allegation of corruption on BJP government ) સરકાર કહી પેપર ફોડવાના મામલે સવાલો ઉઠાવી સરકાર સામે આક્ષેપો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે 'પંજાબમાં કોઈ પરીક્ષાના પેપર ફૂટતાં નથી. દિલ્હીમાં શાંતિપૂર્ણ પરીક્ષાઓ યોજાય છે. પરંતુ ગુજરાતમાં એક પણ પરીક્ષા સીધી રીતે લેવાતી નથી. તેના પેપરો ફુટે છે અને યુવાનોના બેરોજગારોના દિલ તૂટે છે. 'ગઈ કાલે ડીસામાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સભા યોજાઇ હતી. જેના કરતાં પણ દસ ગણી પબ્લિક કેજરીવાલની સભામાં ઉપસ્થિત રહેતા આમ આદમી પાર્ટીમાં નવો જોમજુસ્સો આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.