ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન : વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ - The arrival of rain after a long time

બનાસકાંઠામાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટકે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે અને જો ભારે વરસાદથી કોઈ નુકસાન થાય તો તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

xx
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન : વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ
author img

By

Published : Jun 18, 2021, 12:32 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદનું આગમન
  • બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમીરગઢ અને ભાભરમાં ધોધમાર વરસાદ
  • વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાવાસીઓ ગરમીનો ભારે સામનો કરી રહ્યા હતા. ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે લાંબા સમય બાદ આજે (ગુરુવાર) જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના પાલનપુર અમીરગઢ અને ભાભરમાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે લાંબા સમય બાદ ગરમીથી રાહત મેળવી હતી.

વરસાદથી ખેડૂતોમાં ખુશી

જિલ્લામાં આજે (ગુરુવાર) લાંબા સમય બાદ પ્રથમવાર જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં નવા પાક માટે પહેલા વરસાદની રાહ જોઇને બેઠા હતા. એવામાં આજે (ગુરુવાર) બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. એક તરફ કોરોનાવાયરસની મહામારીમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એવામાં વરસાદનું આગમન થતા ખેડૂતોને નવા પાકમાં સારી આવક થાય તેવી આશા બંધાઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન : વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ

આ પણ વાંચો : અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા

બનાસકાંઠા વહીવટી તંત્ર એલર્ટ

જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, તેમજ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના તમામ મામલતદાર ,ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ કર્યો છે સાથે સાથે ભારે વરસાદના પગલે જો કોઈ જાનહાનિ કે માલમત્તા ને નુકસાન થાય તો તાત્કાલિક તેનો સર્વે કરી કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે. મોડી સાંજે પાલનપુર,ભાભર તેમજ અમીરગઢ પંથકમાં છુટોછવાયા વરસાદનું આગમન થયું હતું વરસાદ થતા જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ભારે ઉકળાટ બાદ ઠંડકનો એહસાસ કર્યો હતો.

આ પણ વાંચો : monsoon update : વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામમાં વિધિવત ચોમાસાની શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.