ETV Bharat / state

ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ઉચ્ચારી ચીમકી : આક્રોશ સંમેલન

રાજ્યના પૂર્વ ગૃહપ્રઘાન વિપુલ ચૌધરીની ધરપકડને (Vipul Chaudhary arrest) લઈને ધાનેરાના નેનાવા ગામે ભવ્ય આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. Arbuda Sena protest rally in Dhanera, Chaudhary community protests in Dhanera

ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ઉચ્ચારી ચીમકી : આક્રોશ સંમેલન
ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ઉચ્ચારી ચીમકી : આક્રોશ સંમેલન
author img

By

Published : Sep 19, 2022, 9:58 AM IST

બનાસકાંઠા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડ (Vipul Chaudhary arrest) બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે અંતર્ગત ધાનેરામાં અર્બુદા સેના દ્વારા આક્રોશ સંમેલન અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો સાથે વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ઉચ્ચારી ચીમકી : આક્રોશ સંમેલન

800 કરોડના કૌભાંડની તપાસ રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સરકારે 800 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની તપાસ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામેગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન (arbuda sena sangathan) ઊભું કરી રહ્યા હતા. જેથી સરકારને આ સંગઠન આગામી ચૂંટણીમાં નુકસાન કરે તેવી ભીતિ હોય વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના જુના કૌભાંડના કેસોમાં દબોચી લેવા સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો. (Chaudhary community protests in Dhanera)

આક્રોશ મહાસંમેલન
આક્રોશ મહાસંમેલન

ચૌધરી સમાજમાં ભારે રોષ ક્રાઈમ બ્રાન્ચે 800 કરોડનું વિપુલ ચૌધરીએ કૌભાંડ કર્યું હોવાની તારણ કાઢ્યું હતું અને ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ થતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને અર્બુદા સેના ગામે ગામ વિરોધ પ્રદર્શન સાથે રેલી ઓ યોજી મામલતદાર અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ ધાનેરાના નેનાવા ગામે આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. (aakrosh mahasammelan at Nenava village)

આક્રોશ મહાસંમેલન
આક્રોશ મહાસંમેલન

ભાજપની મળી ધમકી જેમાં ચૌધરી સમાજના સંતો મહંતો કોંગ્રેસના ધારાસભ્યો અને અર્બુદા સેનાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. તમામ લોકોએ એક સુરે થઇ જણાવ્યું હતું કે, જો વિપુલ ચૌધરીને સાત દિવસમાં છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજીના માર્ગે ચાલવા ને બદલે ભગતસિંહના માર્ગે ચાલી ઉગ્ર આંદોલન કરશું. તો સાથે સાથે ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. (Arbuda Sena protest rally in Dhanera, Vipul Chaudhary scam case, Former Home minister Vipul Chaudhary arrested

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.