- બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર
- કોરોના વાઇરસના કારણે બનાસકાંઠા જિલ્લામાં 70ના મોત
- બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યનું મોત
- પૂર્વ ધારાસભ્યના મોતથી કોંગ્રેસ બેડામાં આઘાત
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યનું કોરોના વાઇરસના કારણે મોત નિપજ્યું હતું.
કોરોના કહેર યથાવત
બનાસકાંઠા જિલ્લામાં સતત લોકોના સંક્રમણ વધતાની સાથે કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 2500થી પણ વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સુરક્ષિત રહેવા માટે વારંવાર સૂચના આપવા છતાં પણ લોકો હજુ પણ માસ્ક વગર ફરતા જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારને લઈ લોકોની બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.