અમીરગઢ બોર્ડર પર થોડા દિવસ અગાઉ એક શંકાસ્પદ કારની ચેકીંગ દરમ્યાન કારની અંદરથી દારૂ મળી આવતા પોલીસ દ્વારા તે આરોપીઓને પકડવામાં આવતા પોલીસની આંખોમાં સ્પ્રે નાખીને પોલીસની ખાનગી કારની લૂંટ કરીને બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ આરોપીઓની અમીરગઢ પોલીસે ધરપકડ કરી હતી. તેમજ તેમના સામે અમીરગઢ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા તેમનો કેસ અમીરગઢ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબ જી.એસ.દરજી સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ઉપરોક્ત બંને આરોપીઓને વિદેશી દારૂના ગુનામાં તકસીર વાર ઠરાવી તેમજ પોલીસની ખાનગી કારની લૂંટ કરનારને ત્રણ વર્ષની સાદી કેદ તથા એક લાખ રૂપિયાનો દંડ તેમજ દંડ ભરપાઈ ન કરે તો નવ મહિનાની સજા કરતો સીમાવર્તી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.
આમ, અમીરગઢ કોર્ટ દ્વારા દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઈસમો સામે ઉપરોક્ત ચૂકાદાને કારણે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ તથા કાયદાની છટકબારીથી છૂટી જનારા આરોપીઓમાં કાયદાની સચ્ચાઈનો અનુભવ થયેલો જોવા મળ્યો હતો.