ETV Bharat / state

Amirgadh National Highway: બનાસકાંઠા બન્યું અકસ્માતનું કેન્દ્ર - અમીરગઢ પોલીસ

બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે (Amirgadh National Highway 27) પર ગઇકાલે બે અલગ અલગ જગ્યાએથી બે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓના મૃત્યું નીપજયા હતા. તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે હાજર લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવામાં આવી હતી તેમજ અમીરગઢ પોલીસને (Amirgadh Police) જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.

Amirgadh National Highway: બનાસકાંઠા બન્યું અકસ્માતનું કેન્દ્ર

author img

By

Published : Dec 15, 2021, 1:21 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ નેશનલ હાઇવે પર બે અકસ્માત સર્જાયા
  • ત્રિપલ અકસ્માતમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે ઘેરાયેલી ઇકો કાર
  • રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું મોત
  • એક દિવસમાં અમીરગઢ પાસે અકસ્માતમાં બેના મોત થી શોકનો માહોલ

બનાસકાંઠા: જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે (Amirgadh National Highway 27) પર છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે ત્યારે આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં ચારથી પણ વધુ અકસ્માત સર્જાયા હતા.

Amirgadh National Highway: બનાસકાંઠા બન્યું અકસ્માતનું કેન્દ્ર

અકસ્માતોને અટકાવા જિલ્લા ટ્રાફિક પોલીસે જાગૃત થવાની જરૂર

અમીરગઢમાં કમકમાટીભર્યા અકસ્માત બાદ ડીસા પાસેથી પસાર થતો નેશનલ હાઈ-વે 27 (Deesa National Highway) પર મારુતિકારે પ્રોટેકશનની જાળી તોડી દૂર સુધી કાર ફેંકાઇ ગઇ હતી. આ અકસ્માત થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જયારે બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઈવે અકસ્માતોના કારણે લોહિયાળ બન્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ (Traffic Police Banaskantha) દ્વારા પુરપાટ ઝડપે હંકારતા વાહનચાલકો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતોને અટકાવી શકવામાં સફળતા મળવાની સંભાવના છે.

અકસ્માતમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે કચડાય ઇકો કાર

અમીરગઢ પાસે નેશનલ હાઇવે (Amirgadh National Highway 27) પર ગઇકાલે બે જગ્યાએ બે અકસ્માતો સર્જાયા હતા આ સાથે ભડથ ગામ પાસે પણ ટ્રિપલ અકસ્માત (Triple accident near Bhadath village)સર્જાયો હતો. પવન ચક્કીનું પંખીયું લઈને જતા ટ્રેલરની ઇકો કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક ટ્રેલર અને ટ્રક વચ્ચે ઇકો ગાડી ફસાઇ જતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે, ઇકો ગાડીના પતરા કાપીને ચાલકની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવને પગલે અમીરગઢ પોલીસ (Amirgadh Police) ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટીયા પાસે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત

આજે એક જ દિવસમાં અમીરગઢ નેશનલ હાઇવે પર બે અલગ અલગ અકસ્માતો સર્જાયા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા. અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટીયા પાસે પણ રીક્ષા અને બાઈક વચ્ચે વધુ એક અથડામણ થયો હતો, જેમાં બાઈક પર સવાર અમીરગઢ તાલુકાના કિડોતર ગામના ચેહરસિંહ દરબારનું રોડ પર પટકાતા મોત નીપજયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ અકસ્માતમાં મોતને ભેટેલા બાઇક સવારની લાશને તેના વાલીઓને સોંપવામાં આવી હતી. એક જ દિવસમાં અમીરગઢ રોડ પર બે અલગ અલગ અકસ્માતો સર્જાતા અમીરગઢ તાલુકામાં અકસ્માતના પગલે ભયનો જોવા માહોલ જોવા મળયો હતો.

આ પણ વાંચો: ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો: લગ્ન પતાવીને પરત ફરી રહેલી વાનનો અકસ્માત, વરરાજાના પિતા સહિત બેના મોત
આ પણ વાંચો: હાઈ-વે પર અકસ્માત રોકવા ગુજરાત પોલીસને મળી 44 ઈન્ટરસેપ્ટ અને 44 રેસ્ક્યૂ વાન, સ્પીડ ગનથી વાહનોને મળશે ઈ-મેમો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.