ETV Bharat / state

Ambaji Temple: અંબાજી મંદિર સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું - બનાસકાંઠા જિલ્લા કલેકટર

અંબાજી મંદિરમાં દર્શન(Ambaji Temple Darshan ) માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયા બાદ માતાજીના દર્શનનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત નહીં રહી જાય તે માટે નિયમ બદલાયો છે. અંબાજી મંદિર સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે.

Ambaji Temple: અંબાજી મંદિર સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

author img

By

Published : Feb 17, 2022, 2:24 PM IST

બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજી ગુજરાતનુ જ નહીં પણ ભારતભરનું(Banaskantha Ambaji Templ) પ્રસિદ્ધ શક્તિપીઠ છે. જેને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જોકે કોરોના મહામારીને લઈને અંબાજી મંદિર બંધ પણ કરવામાં આવ્યું હતું અને કેટલાક અંશે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ફરીથી અંબાજી મંદિર સરકારની SOP પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. જેને લઈને અનેક શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે (Ambaji Temple)પહોંચી દર્શનનો લાભ લઈ રહ્યા છે. દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયા બાદ માતાજીના દર્શનનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી.

અંબાજી મંદિર

રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન

અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી(Ambaji Temple Darshan ) વંચિત નહીં રહી જાય તે માટે નિયમ બદલાયો છે. હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે. પણ તેવામાં અનેક શ્રદ્ધાળુઓ જે ઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત નહીં રહી જાય તેવી ભાવના સાથે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લઈ શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન માંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે. હવે રજીસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે પણ તેવા શ્રદ્ધાળુઓ એ રસીના બે ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ અને માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લેવાનો રહેશે.

આ પણ વાંચોઃ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં સાડા ચાર વર્ષના સમયગાળા દરમિયાન વહીવટદારની બદલી

રોજની બે ભજન મંડળીઓને પરવાનગી

હવે મંદિરના નૃત્ય મંડપમાં બેસી માઇભક્તો માતાજીના ગુણગાન કરી શકે અને સંસ્કૃતિના જતન તેમજ આધ્યાત્મિક ઉન્નતિ માટે ગ્રામ્ય કક્ષા એ ધાર્મિક ભજન મંડળીઓ ભજન સાથે કીર્તન કરી ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરી શકે તેવા ભાવથી મંદિર ચોકમાં રોજની બે ભજન મંડળીઓને પરવાનગી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ ભજનની એક નવી પહેલને જિલ્લા કલેકટર તેમજ મંદિર ટ્રસ્ટના વહીવટદારે દીપ પ્રગટાવીને આ નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. ભજન મંડળીઓને જમવા સાથેની સુવિધા વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. ભજન મંડળીઓ મંદિરમાં ભજન કરવા માંગતા હોય તેઓ પોતાનું બુકીંગ ઓનલાઇન કરાવી શકે તે માટેની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવાંમાં આવશે.
આ પણ વાંચોઃ Ambaji Temple Patotsav: 51 શક્તિપીઠ મંદિરના શિખરે ધ્વજારોહણ કરી પાટોત્સવની કરી સાદગીપૂર્ણ ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.