ETV Bharat / state

PMO અધિકારીના નામે છેતરીને દર્શન મામલે Ambaji Temple ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવી

યાત્રાધામ Ambaji Temple ના ગર્ભગૃહમાં PMOમાં વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી આવ્યાં હોવાની ઓળખ આપી છેતરીને દર્શન કરવામાં આવ્યાં હતાં. જે સદંર્ભે સામે છ શખ્સોએ દર્શન કર્યા હોવાની ફરિયાદ ટેમ્પલ ઇન્સપેકટરે અંબાજી પોલીસ મથકે નોંધાવતાં ચકચાર મચી હતી.

PMO અધિકારીના નામે છેતરીને દર્શન મામલે Ambaji Temple ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવી
PMO અધિકારીના નામે છેતરીને દર્શન મામલે Ambaji Temple ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવી
author img

By

Published : Jul 26, 2021, 6:38 PM IST

  • PMOની ઓળખ આપીને 6 શખ્સો અંબાજી મંદિરમાં ઘૂસ્યાં
  • અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈ દર્શન કરી લીધાંની ફરિયાદ
  • પ્રમોદલાલે PMO અધિકારીની ઓળખ આપીને દર્શન કરાવવા જણાવ્યું હતું
  • ટેમ્પલ ઇન્સપેકટરની ઓફિસમાં આવીને છેતરામણીથી સગવડ લીધી

અંબાજીઃ અંબાજી મંદિરમાં ( Ambaji Temple ) દર્શન કરવા આવેલાં છ શખ્સોએ PMOમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપી છેતરામણી કરી હતી. જુદાજુદા સ્થળોએ મુલાકાત લેનારા આ શખ્સો સામે જુદાજુદા સ્થળોએ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જ્યાં યાત્રાધામ અંબાજીમાં પણ આ છ શખ્સોએ આવી ઓળખ આપી ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ અંબાજી ટેમ્પલ ઇન્સપેકટરે નોંધાવી છે. 13 જૂલાઇ 2021ના રોજ બપોરના 1.45 કલાકે પ્રમોદલાલ નામનો વ્યકિત મંદિર ટ્રસ્ટની ઓફિસે આવ્યો હતો. જેની સાથે અન્ય પાંચ શખ્સો પણ હતાં. તેમણે પીએમઓ વડાપ્રધાન સલાહકાર સમિતિમાં ફરજ બજાવીએ છીએ તેવી ઓળખ આપી અંબાજી માતાના નિજ મંદિર (ગર્ભગૃહ)માં દર્શન કરવા છે તેમ જણાવતાં છએ જણાંને ગર્ભગૃહમાં દર્શન કરાવાયાં હતાં.

13 જૂલાઇ 2021ના રોજ બપોરના 1.45 કલાકે પ્રમોદલાલ નામનો વ્યકિત મંદિર ટ્રસ્ટની ઓફિસે આવ્યો હતો
પોલીસે પ્રમોદલાલ નામના શખ્સ સહિત 6 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીજોકે,આ છ વ્યક્તિઓ બાબતે અન્ય સ્થળે પણ પીએમઓ ( PMO ) ઓફિસનું ખોટું નામ વટાવતા ભાંડો ફૂટ્યો હતો. જેના અહેવાલો વિવિધ માધ્યમોમાં આવેલા તેથી જાણવા મળ્યું હતું કે, આ શખ્સો ખોટો હોદ્દો ધારણ કરી ગુનો આચરી રહ્યાં છે. જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રમોદલાલ તેમ જ તેની સાથે આવેલા 5 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જેને લઈ અંબાજી પોલીસે ( Ambaji Police ) આ છ શખ્શો જ્યારે અંબાજી આવ્યાં તે વખતના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુરુપુર્ણિમાના પર્વ નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓનો ઉમટ્યા

આ પણ વાંચોઃ અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.