ETV Bharat / state

4 જૂન સુધી અંબાજી મંદિર બંધ

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તેમ છતા અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યા છે જેના કારણે સંક્રમણ ફેલાય નહી.

zz
4 જૂન સુધી અંબાજી મંદિર બંધ
author img

By

Published : May 29, 2021, 10:00 AM IST

  • અંબાજી મંદિર 4 જૂન સુધી રહેશે બંધ
  • કોરોનાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
  • વેપારીઓની હાલત કફોડી

અંબાજી : રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યા છે પણ અંબાજી મંદિર ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. મંદિર 28 મેના રોજ ખુલવાનું હતું પણ મંદિર ટ્રસ્ટ દ્વારા 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે.

માતાજીની પૂજા નિત્યક્રમ મુજબ

મંદિર બંધ હોવા છતા ભટ્ટજી મહારાજ દ્વારા નિત્યકર્મ પ્રમાણે માતાજીની પુજા કરવામાં આવી રહી છે, પણ હાલ માં જે રીતે કોરોના ના કેસ નુ પ્રમાણ ઘટી રહ્યુ છે ને ફરી મંદિર ખુલે અને ભીડભાડમાં ફરીથી કોરોનાનુ પ્રમાણ વધી ન જાય તેમાટે રાજ્ય સરકારના નિર્ણય મુજબ અંબાજી મંદિર 4 જુન સુધી બંધ રાખવામાં આવશે અને ત્યાર બાદ પણ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ મંદિર ખોલવામાં આવશે.

4 જૂન સુધી અંબાજી મંદિર બંધ

આ પણ વાંચો : અંબાજીમાં ચૈત્રી પૂનમનો મેળો આ વખતે મોકૂફ રખાયો

વેપારીઓની હાલત કફોડી

મંદિર બંધ હોવાને કારણે મંદિરની આજુબાજુના બજારોમાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ 3 વાગ્યા સુધી દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે પણ મંદિરમાં કોઈ ભક્તો ન આવવાને કારણે વેપારીઓની હાલત કફોડી બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.