ETV Bharat / state

દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને મળ્યું 96 લાખ રૂપિયાથી વધુનું દાન, ભક્તોએ 119 ગ્રામ સોનું અને 2 કિલોથી વધુ ચાંદી પણ અર્પી - અંબાજી મંદિર

કોરોના મહામારી બાદ આ વર્ષે પ્રથમ વખત તહેવારોનો રંગ જામ્યો હતો. લોકો ઘણા સમય પછી ઘરની બહાર નીકળ્યા હતા. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ દિવાળીના દિવસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દરેક યાત્રાધામમાં દર્શનાર્થે જતા ભક્તો મંદિરમાં પોતાની યથાશક્તિ મુજબ દાન આપતા હોય છે. ત્યારે અંબાજીમાં પણ દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને 96 લાખથી વધુનું દાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી ભક્તોએ 119 ગ્રામ સોનું અને 3 કિલોથી વધુ ચાંદી પણ દાનમાં આપી હોવાનું મંદિરના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને મળ્યું 96 લાખ રૂપિયાથી વધુનું દાન

author img

By

Published : Nov 12, 2021, 3:44 PM IST

  • દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને મળ્યું અધધ દાન
  • ભક્તોએ માતાજીને 119 ગ્રામ સોનું અને 3 કિલોથી વધુ ચાંદી અર્પી
  • મંદિરને મળ્યું કુલ 96.36 લાખ રૂપિયાનું દાન મળ્યું

અંબાજી: દિવાળીના દિવસથી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ મિનિ વેકેશન માણવા પાછળ લાગી ગયા હતા. જો કે, શક્તિપીઠ અંબાજી મંદિર ગત્ત વર્ષે કોરોના મહામારીને લઇને બંધ રહ્યું હતું. જેના કારણે મંદિરની આવકમાં પણ મોટી ખોટ પડી હતી. ચાલુ વર્ષે શ્રદ્ધાળુંઓનું ઘોડાપૂર ઉમટી પડતાં દાન ભેટના ભંડાર પણ છલકાયેલાં જોવા મળ્યા હતા. સતત દિવાળીના તહેવારો બાદ યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ભંડારમાં આવેલી દાનભેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મંદિરને દિવાળીના દિવસો દરમિયાન 96 લાખથી વધુ રૂપિયાનું દાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને મળ્યું 96 લાખ રૂપિયાથી વધુનું દાન

70 લાખનું પરચૂરણ, બેન્કો પણ લેવા તૈયાર નથી

મંદિરમાં આવતા મોટાભાગના લોકો દાનપેટીમાં પરચૂરણ મૂકતા હોય છે. ચાલુ વર્ષે અંબાજી મંદિરમાંથી મળેલી કુલ 96 લાખ જેટલી દાનની રકમમાંથી 70 લાખ રૂપિયા પરચૂરણ હતા. મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પરચૂરણ બેન્કો દ્વારા પણ સ્વિકારવામાં આવતું નથી. જેના કારણે મંદિર દ્વારા જે લોકોને પરચૂરણની જરૂર હોય તેઓને ઘેરબેઠા પરચૂરણ પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.