ETV Bharat / state

અંબાજી-દાંતામાં ત્રિશુળીયા ઘાટનો માર્ગ પહોળો કરવા કામગીરી શરૂ, STને મોટું નુકસાન - બનાસકાંઠા

અંબાજી અને દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટમાં અકસ્માતો સર્જાતા હતા. જેને લઈને અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટના માર્ગને પહોળો કરવા પહાડો કાપવાની કામગીરી ચાલી રહી છે. જેથી આ રસ્તા પર વાહન વ્યવહારને પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેને લઈ એસ ટી ડેપોને ખુબ મોટી અસર જોવા મળી રહી છે.

ambaji
અંબાજી
author img

By

Published : Jan 29, 2020, 1:21 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના અંબાજી અને દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પર ગમખ્વાર અકસ્માતો સર્જાતા અનેક લોકોના મોત નિપજ્યા છે, આવી ઘટનાઓને નિવારવા હાલ અંબાજી- દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ વિસ્તારના માર્ગને પહોળો કરવા પહાડો કાપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અંબાજી દાંતા માર્ગ પર વાહનવ્યવહારને પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરી તમામ વાહનોને વાયા હડાદથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેને લઈ એસ ટી વાહનવ્યવહાર ઉપર ખુબ મોટી અસર થવા જોવા મળી રહી છે.

અંબાજી અને દાંતાના ત્રિશુળીયા ઘાટના માર્ગને પહોળો કરવા કામગીરી શરૂ

અંબાજી ડેપોના 258 તેમજ અન્ય ડેપોના 290 કુલ 552 જેટલા રૂટને ડાયવર્ઝન અપાતાં રોજિંદા 32 કિલોમીટર વધારાનો રન કાપવો પડે છે, જેને લઈ પ્રતિબંધ કરાયેલા માર્ગને બે માસના અંતે અંબાજી એસ.ટી ડેપોને 10થી 12 લાખ રૂપિયાની નુકસાની વેઠવી પડી છે. જ્યારે અન્ય ડેપો સહિતની વાત કરીએ તો ટોટલ ગુજરાત એસ.ટી નિગમને બે માસમાં 70થી 80 લાખ રૂપિયાની નુકસાની ભોગવવી પડી રહી છે અને મુસાફરોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

અંબાજી એસ.ટી ડેપોના મેનેજરના જણાવ્યા મુજબ, જો હજી એક મહિનો ડાયવર્ઝન લંબાવામાં આવે તો ગુજરાત એસ.ટી નિગમને 1 કરોડ ઉપરાંતની માતબર રકમની ખોટનો સામનો કરવો પડશે. જેથીં વહેલી તકે અંબાજી -દાંતા વાયા ત્રિશુળીયા ઘાટનો માર્ગ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ઈચ્છા દર્શાવી છે, પણ અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુળીયાઘાટ માર્ગ પહોળો કરવાની કામગીરી એક માસ નહીં પણ હજી 2 માસ જેટલો સમય લાગે તેવું હોવાથી આવનારા સમયમાં એસ.ટી નિગમને મોટી ખોટનો સામનો કરવો પડશે.

જોકે એસ.ટીના કિલોમીટર વધવા છતાં મુસાફરોના હિત માટે ભાડાના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

Intro:

Gj_ abj_01_ S.T. NUKSANI _AVB _7201256
LOKESAN---AMBAJI

Body: બનાસકાંઠા જિલ્લા ના અંબાજી અને દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટા વખત ગમખ્વાર અકસ્માતો સર્જાતા અનેક લોકો ના મોત નિપજ્યા છે ને આવી ઘટનાઓ ને નિવારવા હાલ અંબાજી- દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટા વિસ્તાર ના માર્ગ ને પહોળો કરવા પહાડો કાપવાની કામગીરી પુરજોશ માં ચાલી રહી છે, ત્યારે અંબાજી દાંતા માર્ગ પર વાહનવ્યવહાર ને પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરી તમામ વાહનો ને વાયા હડાદ થી ડાયવરઝન આપવામાં આવ્યું છે જેને લઈ એસ ટી વાહનવ્યવહાર ઉપર ખુબ મોટી અસર થવા જોવા મળી રહી છે જેમાં અંબાજી ડેપો ના 258 તેમજ અન્ય ડેપો ના 290 કુલ 552 જેટલા રૂટને ડાયવરઝન અપાતાં રોજિંદા 32 કિલોમીટર વધારાનો રન કાપવો પડે છે જેને લઈ પ્રતિબંધ કરાયેલા માર્ગ ને બે માસ ના અંતે અંબાજી એસ.ટી ડેપો ને 10 થી 12 લાખ રૂપીયા ની ની નુકસાની વેઠવી પડી છે જયારે અન્ય ડેપો સહીત ની વાત કરીયે તો ટોટલ ગુજરાત એસ.ટી નિગમ ને બે માસ માં 70 થી 80 લાખ રૂપિયા ની નુકસાની નું ભોગ બનવું પડ્યું છે અને મુસાફરો ની સંખ્યા માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અંબાજી એસ.ટી ડેપો ના મેનેજર ના જણાવ્યા મુજબ જો હજી એક મહિનો ડાયવરઝન લંબાવામાં આવે તો ગુજરાત એસ.ટી નિગમ ને 1 કરોડ ઉપરાંત ની માતબર રકમ ની ખોટ નું સામનો કરવો પડશે જેથીં વહેલી તકે અંબાજી -દાંતા વાયા ત્રિશુળીયાઘાટ નો માર્ગ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ઈચ્છા દરસાવી છે પણ અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુળીયાઘાટ માર્ગ પહોળો કરવાની કામગીરી એક માસ નહીં પણ હજી 2 માસ જેટલો સમય લાગે તેવું હોવાથી આવનારા સમય માં એસ.ટી નિગમ ને મોટી ખોટ નો સામનો કરવો પડશે જોકે એસ.ટી ના કિલોમીટર વધવા છતાં મુસાફરો ના હિત માટે ભાડાના દર માં કોઈજ વધારો કરવામાં આવ્યો નથી
બાઈટ -કમલેશભાઈ ચૌધરી(એસ.ટી ડેપો મેનેજર)અંબાજી

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ ટીવી ભારત
અંબાજી,બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.