ETV Bharat / state

અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરાઇે - ambaji news

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેને લઈ કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. દાંતા તાલુકામાં પણ સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈને દર્દીઓને સ્થાનિક સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરવામાં આવી છે.

અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરાઇે

author img

By

Published : Apr 22, 2021, 6:46 PM IST

  • અંબાજીમાં કોરોનાનો કહેર યથાવત
  • કોવિડ કેર હોસ્પિટલમાં કુલ 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ
  • કોરોનાના કેસોને લઈ આ હોસ્પિટલમાં ઓક્સિજનના 30 બેડ ભરાયા

બનાસકાંઠાઃ અંબાજી કોવિડ કેર હોસ્પિટલમાં હાલ 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 30 બેડ ઓક્સિજનવાળા અને 20 બેડ ઓક્સિજન વગરના સાદા રાખવામાં આવ્યા છે. દાંતા તાલુકામાં વધી રહેલા કોરોના કેસોને લઈ આ હોસ્પિટલમાં ઓક્સિજનના 30 બેડ હાઉસફુલ થઇ ગયા છે અને સાદામાં 6 બેડ માત્ર ખાલી છે. આ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 4 અલગ તબીબો સહિત પેરામેડિકલ સટાફને તૈનાત કરાયો છે. જે દર્દીઓની સારવાર સહિત ખાવા-પીવાની સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. જોકે આ હોસ્પિટલમાં હાલ કુલ 44 દર્દીઓ દાખલ છે. જેમાં ત્રણ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું અને એકનું મૃત્યું પણ કોરોનાના કારણે થયું છે.

અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરાઇે

આ પણ વાંચોઃ અંબાજીમાં પ્રવાસીઓ ન આવતા હોટલ, ગેસ્ટહાઉસ અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા

ઓક્સિજન લેવા 60 કિલોમીટર દૂર પાલનપુર જવુ પડે છે

જિલ્લામાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે તેમ અંબાજીના આ કોવિડ સેન્ટરમાં પણ મર્યાદિત માત્રામાં ઓક્સિજનનો પુરવઠો છે. ઓક્સિજન લેવા પણ 60 કિલોમીટર દૂર પાલનપુર જવું પડે છે, એટલું જ નહીં અંબાજીની આ કોવિડ સેન્ટરમાં એકપણ વેન્ટિલેટરની સુવિધા નથી તે અત્યંત ગંભીર બાબત છે.

આ પણ વાંચોઃ અંબાજીમાં ડોર ટૂ ડોર કોરોના ટેસ્ટિંગ માટે અભિયાન શરૂ કરાયું

કોવિડ કેર સેન્ટરમાં વેન્ટિલેટરની સુવિધાનો અભાવ

નવાઈની વાત તો એ છે કે અંબાજી સ્થાનિકમાં 125થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો છે. જેમાંથી 6 જેટલા જ દર્દીઓ અંબાજીની આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયેલા છે. બાકીના તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને અંબાજીની કોવિડ કેર સેન્ટરનો લાભ મહત્તમ બહારના દર્દીઓ લઈ રહ્યા છે. અંબાજી કોવિડ સેન્ટરમાં 30 બેડ ઓક્સિજનવાળા સહીત કુલ 100 બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. અંબાજીની આ કોવિડ સેન્ટરમાં એકપણ વેન્ટિલેટરની સુવિધા નથી તે અત્યંત ગંભીર બાબત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.