ETV Bharat / state

ભાદરવી પૂનમનો મેળો, ભક્તો ગબ્બર પર જ્યોતના દર્શન કરી અનુભવે છે ઘન્યતા - અરવલ્લીની ગિરિ કંદરા

અંબાજી: ભાદરવી પૂનમના મેળાનો ગુરુવારે પાંચમો દિવસ છે. અંબાજી પગપાળા દર્શન કરવા જનારા ભક્તો અંબાજીની નજીક આવેલ ગબ્બર ગઢ પર માં અંબાની જ્યોતના દર્શન કરવા અચુક જાય છે.

etv bharat ambaji
author img

By

Published : Sep 12, 2019, 7:18 PM IST

અંબાજી યાત્રાધામ 51 શકિતપીઠમાંની સૌથી મોટી શકિતપીઠ ગણાય છે અને તેમાં પણ અંબાજીના દર્શન સાથે ગબ્બર ગઢના દર્શનનું વિશેષ મહત્વ સમાયેલું છે. ગબ્બર ગઢ ઊંચાઈની દ્રષ્ટિએ ગુરુ શિખર સમાન ગણવામાં આવે છે અને માં અંબાનું મૂળ સ્થાન પણ મનાય છે. અંબાજી દર્શન કરવા આવતા ભાવિક ભક્તો અચૂક ગબ્બરગઢ પર જાય છે.

પવિત્રતા અને સુંદરતા બક્ષતું માં અંબાનું ધામ
ગબ્બરગઢ ચઢવાના 999 પગથિયા પણ તેટલા જ વખણાય છે. જે ચડે ગબ્બર થાય તે જબ્બર… તેવી કહેવત પણ બનેલી છે. ગબ્બર ગઢ પર કોઈ મૂર્તિ પૂજાતી નથી, પણ અખંડ જ્યોત પૂજાય છે. જેમ અંબાજી મંદિરમાં માં અંબા યંત્ર સ્વરૂપે બિરાજેલા છે. તેમ ગબ્બર ગઢ પર માતાજી જ્યોત સ્વરૂપે પૂજાય છે. જ્યાં આટલી ઊંચાઈ હોવા છતાં આ ગબ્બરની જ્યોત કોઈ દિવસ બુઝાતી નથી. ગબ્બર ઉપર જવા માટે ભક્તો પગપાળા પગથિયાથી ચઢીને અને અમુક ભક્તો રોપવે દ્વારા દર્શનાર્થે પહોંચે છે.

ગબ્બર ગઢ ઉપર અખંડ જ્યોતના દર્શનની સાથે સમગ્ર અંબાજી નગરીનો નજારો પણ ઘણો આકર્ષિત લાગે છે. અંબાજી ધામ અરવલ્લીની ગિરિ કંદરાઓમાં સમાયેલ હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ભક્તો માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે ગબ્બર પર ચઢીને માની જ્યોતના દર્શન કરીને પાવન થાય છે.

Intro:નોંધ- આ સ્ટોરીના વિઝ્યુલ એડિટ કરીને અને વીઓ એડિટ કરીને એફટીપી પર મોકલ્યા છે...
--------------------------------------------------------------------------------------------------------------------------

અંબાજી- ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. અંબાજી પગપાળા દર્શન કરવા જનારા ભક્તો અંબાજીની નજીક આવેલ ગબ્બર ગઢ પર મા અંબાની જ્યોતના દર્શન કરવા અચુક જાય છે. તો આવો આપણે પણ આજે ગબ્બર ગઢ પર મા અંબાની જ્યોતના દર્શન કરવા જઈએ…Body:યાત્રાધામ અંબાજી 51 શકિતપીઠમાની સૌથી મોટી શકિતપીઠ ગણાય છે અને તેમાં પણ અંબાજીના દર્શન સાથે ગબ્બર ગઢ ના દર્શનનું વિશેષ મહત્વ સમાયેલું છે. ગબ્બર ગઢ ઊંચાઈની દ્રષ્ટિએ ગુરુ શિખરના સમકક્ષ ગણવામાં આવે છે અને માં અંબાનું મૂળ સ્થાન પણ મનાય છે. અંબાજી દર્શન કરવા આવતા ભાવિક ભક્તો અચૂક ગબ્બરગઢ પર જાય છે. ગબ્બરગઢ ચઢવાના 999 પગથિયા પણ તેટલા જ વખણાય છે, જે ચડે ગબ્બર થાય તે જબ્બર… તેવી કહેવત બનેલી છે. ગબ્બર ગઢ પર કોઈ મૂર્તિ પૂજાતી નથી, પણ અખંડ જ્યોત પૂજાય છે. જેમ અંબાજી મંદિરમાં મા અંબા યંત્ર સ્વરૂપે બિરાજેલા છે તેમ ગબ્બર ગઢ પર માતાજી જ્યોત સ્વરૂપે પૂજાય છે. આ અખંડ જ્યોત અતિ પ્રાચીનને પોૌરાણીક સમયથી ઝગમગતી આવી છે. જ્યાં આટલી ઊંચાઈ હોવા છતાં આ ગબ્બરની જ્યોત કોઈ દિવસ બુઝાઈ નથી. ગબ્બર ઉપર જવા માટે યાત્રીકો પગપાળા પગથીયાથી ચઢીને અને અસક્ત લોકો રોપવે દ્વારા દર્શનાર્થે પહોંચે છે. Conclusion:ગબ્બર ગઢ ઉપર અખંડ જ્યોતના દર્શનની સાથે સમગ્ર અંબાજી નગરીનો નજારો પણ ઘણો આકર્ષિત લાગે છે. અંબાજી ધામ અરવલ્લીની ગિરિ કંદરાઓમાં સમાયેલ હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો મા અંબાના દર્શન કરીને ધન્યતા તો અનુભવે જ છે, પણ સાથે ગબ્બર પર ચઢીને માની જ્યોતના દર્શન કરીને પાવન થાય છે.
ઈ ટીવી ભારત, અંબાજી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.