ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ નવ દિવસના મિની વેકેશન બાદ શરૂ - market yard open

બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ માર્કેટ યાર્ડમાં હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે નવ દિવસ માટે મિની વેકેશન આપવામાં આવ્યું હતું. જે બાદ આ મિની વેકેશન પૂર્ણ થતા તમામ મજૂર વર્ગ રાજસ્થાનથી પરત ગુજરાતમાં આવતા તમામ માર્કેટ યાર્ડ શરૂ થયા હતા.

બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ

author img

By

Published : Apr 5, 2021, 3:14 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ
  • હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં મિની-વેકેશન
  • નવ દિવસના મિની વેકેશન બાદ બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ
  • ખેડૂતો પણ નવ દિવસના મિની વેકેશન બાદ પોતાનો પાક લઇ માર્કેટ યાર્ડ પહોંચ્યા
  • માર્કેટ યાર્ડ શરૂ થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ખુશી

બનાસકાંઠાઃ હોળી અને ધૂળેટીનો પર્વ સૌથી વધુ રાજસ્થાનમાં ઉજવાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની અડીને આવેલો જિલ્લો હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે ગુજરાતીઓ હોળી અને ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરે છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ધંધા અર્થે સ્થાયી થયેલા બનાસકાંઠા જિલ્લાના મજૂર વર્ગ હોળી અને ધૂળેટીનો પર્વ આવતાની સાથે જ પોતાના વતન રાજસ્થાન તરફ પ્રયાણ કરવાથી મોટાભાગના ધંધા-રોજગાર બંધ થઈ જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં પણ મોટાભાગના મજૂરો રાજસ્થાનથી આવતા હોય છે અને હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે આ તમામ મજૂરો રાજસ્થાન તરફ જતા રહે છે. જેના કારણે તમામ માર્કેટ યાર્ડોમાં મજૂર વર્ગના હોવાના કારણે મિની વેકેશન આપવામાં આવે છે.

નવ દિવસના મિની વેકેશન બાદ બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ

બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદે અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાં આવેલા માર્કેટ યાર્ડોમાં મોટાભાગના મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં આવતા હોય છે. રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાના લીધે હોળીનો તહેવાર આવતાની સાથે જ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા પર ઉતરીને રાજસ્થાન પોતાના વતન તરફ જતા રહેતા હોય છે. હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ શીતળા સાતમ બાદ બનાસકાંઠા જિલ્લામાં પાછા આવતા હોય છે અને આઠ દિવસ સુધી ડીસા માર્કેટ યાર્ડ બંધ કરી દેવાની ફરજ પડે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી બાદ શીતળા સાતમની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ડીસા માર્કેટ યાર્ડમાં ફરતા ફરીથી ડીસા માર્કેટયાર્ડ ધમધમતું થયું હતું. નવ દિવસના મિની વેકેશન બાદ તમામ મજૂરો ડીસા માર્કેટ યાર્ડમાં મજૂરી કરતા નજરે પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ શરૂ
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના માલનો ઘટાડો થતા માર્કેટયાર્ડમાં નુકસાન

ખેડૂતો પણ નવ દિવસના મિની વેકેશન બાદ પોતાનો પાક લઇ માર્કેટ યાર્ડ પહોંચ્યા

ગુજરાતમાં ઉંઝા માર્કેટ યાર્ડ બાદ ડીસા માર્કેટ યાર્ડ સૌથી મોટું માર્કેટ યાર્ડ માનવામાં આવે છે. ત્યારે હોળી અને ધૂળેટીના નવ દિવસના મિની વેકેશન બાદ ડીસા માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂ થયેલા માર્કેટ યાર્ડમાં ખેડૂતો નવ દિવસ બાદ પોતાનો પાક લઇ માર્કેટ યાર્ડમાં આપતા નજરે પડ્યા હતા. નવ દિવસ બાદ ડીસા માર્કેટ યાર્ડમાં જાહેર હરાજી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાકની હરાજીમાં જોડાયા હતા. જેના કારણે ફરી એકવાર માર્કેટ યાર્ડના મજૂરો અને ખેડૂતોથી ડીસા માર્કેટ યાર્ડ ઉભરાઈ ગયું હતું. જ્યાં નવ દિવસ પહેલા માર્કેટયાર્ડ સૂમસામ જોવા મળી રહ્યું હતું. તે તમામ વેપારીઓની દુકાનો ખેડૂતોથી ઉપર જવા પામી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવ દિવસના મિની વેકેશન બાદ વેપારીઓએ રાબેતા મુજબ પોતાના ધંધા-રોજગાર શરૂ કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડ શરૂ

હોળી-ધૂળેટીનો પર્વ આવતા મજૂરો રાજસ્થાન જતા રહે છે

આ અંગે ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ etv ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે હોળી અને ધૂળેટીના પર્વ આવતાની સાથે જ રાજસ્થાનના તમામ મજૂરો હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે જતા રહે છે. જેના કારણે ડીસા માર્કેટ યાર્ડને નવ દિવસ સુધી બંધ રાખવામાં આવે છે. ત્યારે નવ દિવસના મિની વેકેશન બાદ રાજસ્થાનથી તમામ મજૂર વર્ગ પરત ડીસા માર્કેટ યાર્ડમાં પહોંચતા આ સ્થિતિ રાબેતા મુજબ ડીસા માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ પાટણ માર્કેટ યાર્ડમાં દસ વર્ષ બાદ રાયડાના ભાવમાં જોવા મળેલી તેજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.