ETV Bharat / state

ધાનેરામાં શાળાની બેદરકારી આવી સામે, ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીનીને ધોરણ 11માં આપ્યો પ્રવેશ...

બનાસકાંઠાઃ દેશને કન્યા કેળવણીનું સૂત્ર આપનારા ગુજરાતમાં જ આ સૂત્રની ધજ્જીયા ઊડી રહી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ કેટલું ખાડે ગયેલું છે તેની પ્રતીતિ કરાવતી ઘટના બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સામે આવી છે. જ્યાં ધોરણ 10માં નાપાસ થયેલી વિદ્યાર્થીનીને પહેલા ધોરણ 11માં પ્રવેશ આપી બાદમાં શિષ્યવૃત્તિ ફોર્મ ભર્યુ ત્યારે શાળાને ખબર પડી કે, આ વિદ્યાર્થીની 10માં ધોરણમાં નાપાસ થયેલી છે. જેથી આ બાળકીને શાળામાંથી કાઢી મુકવામાં આવી છે.

dhanera
author img

By

Published : Sep 12, 2019, 7:47 AM IST

આ સમગ્ર છબરડો ધાનેરાની સૌથી જૂની અને ગ્રાન્ટેડ ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં બન્યો છે. શાળા દ્વારા જે બાળકીને કાઢી મૂકવામાં આવી છે તે બાળકી 10માં ધોરણમાં નાપાસ થઈ હતી અને શાળાએ તેને 11માં ધોરણમાં પ્રવેશ પણ આપી દીધો હતો. વિદ્યાર્થીની સત્ર શરૂ થયું ત્યારથી શાળાએ જઇ રહી છે અને તેની પાસે શાળાનો યુનિફોર્મ અને પુસ્તકો પણ છે. આ સાથે જ શાળાના ધારા ધોરણો મુજબ જે હોમવર્ક આપવામાં આવ્યું છે, તેમાં પણ ક્લાસ ટીચર દારા ગુડ લખીને સાઈન પણ કરેલી છે.

ધાનેરામાં શાળાની બેદરકારી આવી સામે

શાળામાં જ્યારે વિદ્યાર્થીનીનું શિષ્યવૃતિ માટે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે શાળાને આ બાળકી 10માં ધોરણમાં નાપાસ થઈ હોવાની ખબર પડી હતી. 10માં ધોરણમાં નાપાસ થયા બાદ ચાર મહિના સુધી આ બાળકીએ શાળામાં અભ્યાસ કર્યો અને હવે તેને શાળામાથી કાઢી મૂકવામાં આવી છે. આ ગંભીર છબરડા બાદ શાળાના આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો, શાળાના આચાર્યએ કેમેરા સામે કઈ પણ કહેવાનો ઈનકાર કરી આ સમગ્ર વાત પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્યે જણાવ્યું હતુ કે, બાળકીનું ભુલથી એડમિશન થઈ ગયું હતું.

Intro:એપ્રુવલ..બાય.. કલ્પેશ સર

લોકેશન.. ધાનેરા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 11 09 2019

સ્લગ... ધાનેરામાં ધોરણ 10 માં નાપાસ વિદ્યાર્થીની 11 ધોરણમાં પ્રવેશ...

એન્કર : આજે અમે તમને એક એવી વિદ્યાર્થીની સ્ટોરી બતવવા જઈ રહ્યા છીએ જે ધોરણ 10 માં નાપાસ હોવા છતાં ધોરણ 11 માં અભ્યાસ કરી રહી હતી...ગુજરાત સરકાર ના બેટી બચાવો બેટી પઢાવો ના ધજીયા ઉડ્યા ધાનેરા ની ડી.બી પારેખ હાઇ સ્કૂલ માં. જેમાં ધોરણ 10 માં નાપાસ વિદ્યાર્થીની ને ધોરણ 11 માં પ્રવેશ આપવામાં આવતા સમગ્ર ધાનેરામાં ચકચાર મચી જવા પામી છે...
Body:
વી.ઑ. : કન્યા કેળવણીનું સૂત્ર આપનારા ગુજરાતમાં જ આ સૂત્રની ધજજીયા ઊડી રહી છે.. ગુજરાતમાં શિક્ષણ વિભાગ કેટલું ખાડે ગયેલું છે તેની પ્રતીતિ કરાવતી ઘટના ગુજરાતનાં છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સામે આવી છે.. ધોરણ દશમાં નાપાસ થયેલી વિધ્યાર્થિનીને પહેલા તો ધોરણ અગિયારમાં પ્રવેશ આપી દીધો અને બાદ ફી માફી માટે જ્યારે આ વિધ્યાર્થિનીએ શિષ્યવૃત્તિ મેળવવા માટે ફોર્મ ભર્યું ત્યારે શાળાને ખબર પડી કે આ વિધ્યાર્થિની દશમાં ધોરણમાં નાપાસ થયેલી છે.. ત્યારે આ બાળકીને શાળામાથી કાઢી મૂકવામાં આવી... અને આ સમગ્ર છબરડો ધાનેરાની સૌથી જૂની અને ગ્રાન્ટેડ ધ ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં સામે આવી છે.. પોતાના ઘરમાં બેસીને ઘરકામ કરી રહેલી આ બાળકીનું નામ છે પાયલ...પાયલને ભણવું છે પરંતુ શાળાના સંચાલકોએ નીકાળી દીધી છે. આ શાળામાં ગંભીર છબરડો સામે આવ્યો છે.. શાળા દ્વારા જે બાળકીને કાઢી મૂકવામાં આવી છે તે બાળકી દશમાં ધોરણમાં નાપાસ થઈ હતી અને શાળાએ તેને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપી દીધો હતો.. વિધાયાથીની જ્યાંથી સત્ર શરૂ થયું ત્યાર થી શાળાએ જઇ રહી છે શાળાનો યુનિફોર્મ પણ છે, ધોરણ 11 ના ચોપડા પણ છે..અને શાળાના ધારા ધોરણો મુજબ જે હોમવર્ક આપવામાં આવ્યું છે તેમાં પણ કલાસ ટીચર દારા ગુડ લખીને સાઈન પણ કરેલ છે.. જ્યારે વિદ્યાર્થીનીનું શિષ્યવૃતિ માટે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે શાળાને આ બાળકી દશમાં ધોરણમાં નાપાસ હોવાનું માલૂમ થયું.. દશમાં ધોરણમાં નાપાસ થયા બાદ ચાર મહિના સુધી આ બાળકીએ શાળામાં અભ્યાસ કર્યો અને હવે તેને શાળામાથી કાઢી મૂકવામાં આવી છે.. આ ગંભીર છબરડા અને શાળાના આચાર્યનો સંપર્ક કર્યો તો શાળાના આચાર્યએ કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇનકાર કરી ને આ સમગ્ર વાત પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો.. આચાર્યએ જણાવ્યુ કે શરત ચૂક એટલે કે ભુલ થી એડમિશન થઈ ગયું.આ સમગ્ર ઘટના જેના જોડે ઘટી છે એ પાયલે કેમેરાની સામે જણાવ્યુ હતું કે તે અભ્યાસ કરવા માંગે છે.. પરંતુ શાળાએ તેને શાળામાથી કાઢી મૂકી હોવાના લીધે તે અભ્યાસ નથી કરી શકતી...

બાઈટ 1.. પાયલ... વિદ્યાર્થીની

Conclusion:વી.ઑ.; આ ઘટનામાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.. એક તો શાળાની બેદરકારીના લીધે ધોરણ દશમાં નાપાસ થયેલી વિધ્યાર્થિનીને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપીને મોટો છબરડો કર્યો છે.

બાઇટ ચેલાભાઈ ... પાયલનો ભાઈ

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.