ETV Bharat / state

મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. માતા-પુત્રની તીક્ષણ હથિયાર વાડે હત્યા કરી આરોપીઓ ફરાર થયા હતા.

મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર
મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર
author img

By

Published : Jul 15, 2021, 4:58 PM IST

Updated : Jul 15, 2021, 5:36 PM IST

  • થરાદના મેઢાળા ગામની ઘટના
  • માતા-પુત્રની કરપીણ હત્યા કરી આરોપી થયા ફરાર
  • 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા કરાતાં ગામલોકોમાં ભારે રોષ
  • માતાપુત્રની હત્યાનું કારણ અકબંધ

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર મેઢાલા ગામની સીમમાં માતા-પુત્રની અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવે છે. જે બનાવને પગલે થરાદ પોલીસ મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. થરાદ પોલીસે બંનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા હત્યારાઓની શોધખોળ કવાયત હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

માતા-પુત્રની હત્યાનું કારણ અકબંધ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગઈકાલે મોડી સાંજે થરાદ તાલુકાના મેઢાળા ગામે કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે માતા અને પુત્રની હત્યા કરી હોવાની ઘટના બને છે. બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાના મેઢાળા ગામની સીમમાં રહેતા ઇસરા પટેલ ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ગઈકાલે મજૂરી કામ માટે બહાર ગયા હતા. તે સમયે તેમની પત્ની સીતાબેન ઘરે હતા. તેમજ તેમનો 13 વર્ષીય પુત્ર પરેશ ભણવા ગયો હતો. તે દરમિયાન મોડી સાંજે તેઓ ઘરે પરત આવતાં જ તેમની પત્ની અને પુત્રની જોતાં જ તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. સીતાબેન અને પરેશના માથાના ભાગે કોઈ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: Narmada murder: તિલકવાડાના માંગુ ગામના 70 વર્ષીય વૃદ્ધની હત્યા

સમગ્ર ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ ઘટના સ્થળે

સમગ્ર ઘટનાની જાણ થતાં આજુ-બાજુના લોકો અને સીતાબેનના પિયરિયાઓ પણ આવી પહોંચ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં થરાદ પોલીસ અને મામલતદારની ટીમ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી. પોલીસે સ્થળનું પંચનામુ કરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતક સીતાબેનના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તેની શોધવાની થરાદ પોલીસે તજવીજ હાથ ધરી છે.

Last Updated : Jul 15, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.