ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલું ગામ આજે પણ 750 વર્ષ જૂની પરંપરા નિભાવી રહ્યું છે

ભારત દેશમાં રાજા-રજવાડાઓ જતા રહ્યા, પરંતુ પોતાના ભવ્ય વારસાની ઝાંખી કરાવતી ઇમારતો, રિવાજો તથા પરંપરાઓ મૂકતા ગયા છે. જેની સાચવણી આજે પણ દેશના અનેક ભાગોમાં જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં આવી જ એક પરંપરા છે જે 750 વર્ષથી ચાલી આવે છે. આ રિવાજ હેઠળ આ ગામના લોકોમાં કોઇના મકાનમાં ધાબાનું પાકું ચણતર નથી, તેના બદલે ઠેર-ઠેર નળિયાવાળા જ મકાનો જોવા મળે છે.

બનાસકાંઠા જિલ્લાના પેપળુ ગામની 750 વર્ષ જૂની પરંપરા

author img

By

Published : Nov 30, 2020, 10:20 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં 750 વર્ષ જૂની પરંપરા
  • 750 વર્ષેોથી એકપણ મકાન ધાબાવાળું નહિ
  • એક હજારથી પણ વધુ નળિયાવાળા ગ્રામીણ સંસ્કૃતિ ધરાવતા મકાનો
    બનાસકાંઠા જિલ્લાના પેપળુ ગામની 750 વર્ષ જૂની પરંપરા
    બનાસકાંઠા જિલ્લાના પેપળુ ગામની 750 વર્ષ જૂની પરંપરા

બનાસકાંઠા: વર્ષોથી ભારત દેશ એ સંસ્કૃતિને આધીન પોતાની એક આગવી ઓળખ ધરાવે છે, ભારત દેશમાં એવા અનેક ગામ અને શહેરો છે જે રાજા-રજવાડાઓના સમયની પોતાની પરંપરાઓ આજે પણ જાળવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું પેપળુ ગામ આજે પણ પોતાની 750 વર્ષ જૂની પરંપરા નિભાવી રહ્યુ છે. આજે પણ આ ગામમાં તમામ મકાનોના નળિયાવાળા છાપરા જોવા મળે છે. કોઇ મકાનની છત પર પાકું સિમેન્ટવાળુ ધાબુ નથી.

ધાબાવાળું મકાન બનાવનાર વ્યક્તિને તોડવું પડે છે પોતાનું જ મકાન

પેપળુ ગામમાં 750 વર્ષ જૂનું પૌરાણિક સમયનું નકળંગ દેવનું મંદિર આવેલું છે. આ ગામમાં એક હજારથી પણ વધુ મકાનો નળિયાવાળા છે અને એકમાત્ર નકળંગ દેવનું મંદિર જ આ ગામમાં ધાબાવાળું હોવાના કારણે વર્ષો બાદ આ ગામમાં કોઈપણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવી શકતો નથી. જે કોઇ પણ આ ગામમાં ધાબાવાળું મકાન બનાવે છે તે મકાન થોડા સમય બાદ તે વ્યક્તિને તોડવું જ પડે છે. આ ગામમાં વર્ષોથી રહેતા લોકો આજે પણ આ ગામમાં કોઈ વ્યક્તિને ધાબાવાળું મકાન બનાવવા દેતા નથી.

હજારો વર્ષ જૂની દરબારો પૂર્ણ કરવાની પ્રથા

વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણના રાજ્ય પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરીછુપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લીધે પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું.

બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ઓઢાડાય છે

ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈબીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા. આ બખ્તર આજે પણ હયાત છે, અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 750 વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈબીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હડીલા ગાય છે. ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે.. લગભગ 100થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

એક હજારથી પણ વધુ નળિયાવાળા ગ્રામીણ સંસ્કૃતિ ધરાવતા મકાનો

પેપળુ ગામમાં એક હજારથી પણ વધુ ગ્રામીણ સંસ્કૃતિને વરેલા આ મકાનો આવેલા છે. પેપળુ ગામ એ 4 હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે. આજે જ્યારે દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે આ ગામમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે. તેમજ આ ગામના લોકો આવનારી પેઢી પાસે પણ આ પરંપરા જાળવવાનો આગ્રહ સેવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના પેપળુ ગામની અનોખી પરંપરા, 750 વર્ષથી આજસુધી એકપણ મકાન ધાબાવાળુ નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.