- ભાભર પાસે બે વાહન વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં ઘટનાસ્થળે એક વ્યક્તિનું મોત
- અકસ્માતની જાણ થતા ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી
આ પણ વાંચોઃ સુરતમાં યુવકે ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા
બનાસકાંઠાઃ ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાય છે તેમાં અનેક યુવાનોને પોતાનો જીવ ગુમાવવાનો આવ્યો છે. ત્યારે ગુરુવારે ફરી ભાભર તાલુકાના ખારા ગામ નજીક એક આઈશર ટ્રક ગાડી નંબર=GJ 18 AU 7562 સાથે ઈકો ગાડી નંબર=GJ 16 BB 6024 ટકરાતા ગમખાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો ગાડીનો ચાલક ઠાકોર પથુભાઈ ઈશ્વર ભાઈ (ઉં. 25, રહે. તીથ ગામ તાલુકો વાવ વાળા)નું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તેમ જ ઈકો ગાડીમાં સવાર રમેશભાઈ (રહે. દેથળી તાલુકો વાવ વાળ)ને ઈજા થવા પામી હતી, જેને સારવાર અર્થે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
આ પણ વાંચોઃ રાજકોટમાં પતિની નજર સામે જ પત્નીના મોં પર ટ્રેકટરનું ટાયર ફરી વળ્યું, ગંભીર ઇજા
અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે પોલીસ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા
ગુરુવારે ભાભર તાલુકાના ખારા ગામ નજીક ઈકો ગાડી અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટનાસ્થળે જ તેનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતની જાણ વાયુવેગે આજુબાજુના લોકોને પહોંચી વળતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યારે આ અંગેની જાણ ભાભર પોલીસને કરતા ભાભર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.