ETV Bharat / state

બટાકા નગરી ડીસામાં બટાકાની પુષ્કળ આવક, કોલ્ડ સ્ટોરેજ સંપૂર્ણ ભરાયા - બટાકાનું ઉત્પાદન

બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અત્યારે બટાકાની માંગ ઘટતા ભાવ તળીયે બેસી ગયા છે અને વેપારીઓ પણ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવતા નથી તો ખેડૂતોએ બટાકાનું વેચાણ ક્યાં કરવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થયો છે અને અચાનક જ બટાકાનો ભાવ તળીયે બેસી જતાં ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ડીસામાં 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર

author img

By

Published : Mar 10, 2021, 7:11 PM IST

  • ડીસામાં 66 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર
  • ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવી બટાકાનું કર્યું વાવેતર
  • બટાકાના ભાવ ન મળતા ફરી એકવાર નુકસાન વેઠવાનો આવ્યો વારો
  • સરકાર ખેડૂતને ટેકાના ભાવ જાહેર કરે તેવી માંગ

બનાસકાંઠા: જિલ્લાના ડીસાને આમ તો બટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના ભાવમાં સતત મંદી હોવાના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને બટાકામાં છેલ્લા પાંચ વર્ષથી મંદીના કારણે ડીસાના અનેક ખેડૂતો અને વેપારીઓએ આત્મહત્યા પણ કરી હતી, પરંતુ આ વર્ષે બટાકાના ભાવમાં અચાનક ઉછાળો આવતાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 66 હજાર હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે સારા ભાવ મળી રહે તે આશયથી ખેડૂતોએ ફરી એકવાર પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું.

ડીસામાં બટાકાની પુષ્કળ આવક
ડીસામાં બટાકાની પુષ્કળ આવક

આ પણ વાંચો: ડીસામાં સુકારાના રોગથી ખેડૂતોને બટાકાનાં પાકમાં નુકસાન

ડીસામાં સૌથી વધુ બટાકાનું વાવેતર

કોરોના વાઈરસની મહામારીના કારણે આ વર્ષે સમગ્ર ભારતમાં બટાકાની મોટા પ્રમાણમાં માંગ રહી હતી. જેના કારણે આ વર્ષે બટાકાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને સતત બટાકાના ભાવ વધતાં ખેડૂતો અને વેપારીઓને બટાકામાં સારી એવી આવક થઈ હતી. છેલ્લા પાંચ વર્ષથી મંદીમાંથી બટાકાના ભાવ ઊંચા જતા ખેડૂતોએ મહદંશે રાહત અનુભવી હતી, ત્યારે પાંચ વર્ષની મંદીથી ફરી એકવાર છુટકારો મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે 2400 રૂપિયાના ભાવે મોંઘાદાટ બિયારણ લાવી પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. ડીસામાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે, પરંતુ સતત મંદીના કારણે ખેડૂતો બટાકાની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા હતા. આ વર્ષે ફરી એક વાર બટાકાના ભાવ ઊંચા જતા ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ફરી એકવાર મોંઘાદાટ બિયારણો લાવી બટાકાનું વાવેતર કર્યું હતું.

ભાવ તળીયે બેસી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બટાકાનું વાવેતર બનાસકાંઠા જિલ્લાના ડીસા અને દિયોદર પંથકમાં થાય છે. બટાકા નીકળવાની શરૂઆત સાથે જ બટાકાના ભાવ ગગડી ગયા છે. બટાકાનો ભાવ ગગડી જતાં ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે બટાકાના ભાવ ઊંચા હતા. જેના કારણે બિયારણ અને ખાતર પણ ઊંચા ભાવે લાવીને ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ હવે આટલો ખર્ચો કર્યા બાદ પણ બટાકાનો ભાવ તળીયે બેસી જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અત્યારે ખેડૂતો વેપારીઓ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવશે તેની રાહ જોઈને બેઠા છે, પરંતુ એક પણ વેપારી ખેતરમાં આવતા નથી તો બીજી તરફ બટાકા નીકળ્યા બાદ તેને બે-ચાર દિવસમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં ન આવે તો બગડી જવાની સંભાવના વધી જાય છે.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ સોમવારથી ડિસા માર્કેટયાર્ડમાં તરબૂચ અને શક્કરટેટીનું વેચાણ શરૂ

બટાકાને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી રહી છે

ખેડૂતોએ ન છૂટકે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી રહી છે. કોલ્ડ સ્ટોરેજમાં પણ આ વખતે ભાડામાં પાંચ ટકાનો વધારો કરાયો છે. જેથી ખેડૂતો એક તરફ બટાકાના ભાવ નથી મળતા અને બીજી બાજુ કોલ્ડ સ્ટોરના ભાડામાં પણ વધારો થતાં બે બાજુ માર સહન કરવાનો વારો આવ્યો છે. જોકે હવે સરકાર બટાકાનું વાવેતર કરતાં ખેડૂતો અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કોઈ આયોજન કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને જો સરકાર આ ખેડૂતો માટે કોઈ પગલાં નહીં લે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ ખેડૂતો માની રહ્યા છે.

કોલ્ડ સ્ટોરેજો બટાકાની આવકથી ઉભરાયા

ડીસામાં 200થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. આ વર્ષે ડીસા પંથકમાં સારા ભાવની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ ખેડૂતોને સારા ભાવ ન મળતા હાલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેમજ નાછૂટકે ખેડૂતોને હાલ પોતાના ખેતરમાંથી બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડી રહી છે. જેના કારણે હાલમાં તમામ કોલ્ડ સ્ટોરેજો બટાકાની આવકથી ઉભરાઈ રહ્યા છે. એક તરફ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે, પરંતુ બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું વાવેતર કરતાં ખેડૂતોને આ વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. હવે સરકાર બટાકા સાથે સંકળાયેલા ખેડૂતો અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ચોક્કસ આયોજન કરે તેવી ખેડૂતોની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.