ETV Bharat / state

દાંતાના આદિવાસી લોકો 'નમસ્તે ટ્રમ્પ'ના સ્વાગતમાં નહીં જાય, સમાજમાં વિવાદને લઈ તૈયારીઓ કરી બંધ

author img

By

Published : Feb 20, 2020, 10:30 PM IST

દાંતા તાલુકાના રૂપપુરા ગામથી આદિવાસી કલાવૃંદના યુવક-યુવતીઓને 'નમસ્તે ટ્રમ્પ'ના સ્વાગત માટે બોલાવામાં આવ્યા હતા. જેને લઇ આદિવાસી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમાજમા વિવાદને લઈને તેઓ હવે ટ્રમ્પના સ્વાગત માટે જવાનો વિચાર અને પોતાના સમાજ સાથે રહેવાનું મન મનાવી લીધું અને તૈયારીઓ બંધ કરી દીધી છે.

દાંતાના આદિવાસી લોકો 'નમસ્તે ટ્રમ્પ'ના સ્વાગતમાં નહીં જાય,

અંબાજીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ગુજરાતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ ખાતે પહોંચનાર છે. જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે આદીવાસી વિસ્તારના દાંતા તાલુકાના રૂપપુરા ગામથી આદિવાસી કલાવૃંદના યુવક-યુવતીઓ દ્વારા સ્વાગત માટે બોલાવાયા હતા. જેને લઇ આ આદિવાસી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પોતાની સંસ્કૃતિ ગણાતી કલાને ઢોલના તાલે તાલ મિલાવી સ્વાગત સારું થાય તેવા પ્રયત્ન કરી રહ્યા હતા. પણ એકાએક રૂપપુરાના આદિવાસી લોકોમાં નિરાશા જોવા મળી હતી અને તૈયારી ચાલી રહી હતી તે પણ બંધ કરી દીધી હતી.

આ સમગ્ર મામલે કલાવૃંદમાં જોડાનાર તરાલ પરિવાર, સમાજના વિવાદોમાં સપડાયો છે અને સમાજના આદેશ અનુસાર કોઈ પણ કાર્યક્રમમાં નાચ ગાન નહીં કરવાનું ફરમાન મળ્યું છે. જેને લઇ હવે આ કલાવૃંદના આદિવાસી યુવક યુવતીઓમાં નિરાશા જોવા મળી હતી અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં પોતાની કલાને નહી લઇ જાય તેવું જણાવી રહ્યા છે.

જોકે આદિવાસી લોકો પૈસા માટે નહીં પણ પોતાની આદિવાસી સંસ્કૃતિ જીવંત રાખવાનો પ્રયાસ પોતાની કલા થકી કરી રહ્યા છે. તેમણે રાજ્ય સહિત દેશના મોટા નેતાઓના સ્વાગતમાં જવાની પણ તક મળી છે. પણ જ્યારે વિશ્વના મહાસત્તા વાળા અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ કલાવૃંદને પોતાની કલા પ્રદર્શિત કરવાની તક મળી હતી. પણ સમાજનો ફરમાનને લઈ તેમણે હવે ટ્રમ્પના સ્વાગત માટે જવાનો વિચાર અને પોતાના સમાજ સાથે રહેવાનું મન મનાવી લીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.