- બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવમાં વધારો
- કાંકરેજના ચાંગા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા
- પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં અનેક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પણ જિલ્લામાં હત્યા, આત્મહત્યા, ચોરી, લૂંટ જેવી અનેક ઘટનાઓ વારંવાર સામે આવી હતી. સતત વધતી જતી ગુનાહિત ઘટનાઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને આમ તો અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અનેક ગુનાહિત ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં સરહદી વિસ્તારમાં ૫થી પણ વધુ હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે.

આ પણ વાંચોઃ પ્રેમ સંબંધને લઇને બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં મહિલાની થઈ હત્યા
સામાન્ય બાબતમાં થઇ બોલાચાલી
જિલ્લામાં અત્યારે આત્મહત્યાના છેલ્લા એક અઠવાડિયાથી એક બાદ એક બનાવ સામે આવી રહ્યા છે. લોકો સામાન્ય બાબતમાં હત્યાને આત્મહત્યાના જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના ચાંગા ગામ પાસે ગઈકાલે મોડી સાંજે સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા કરી હોવાની ઘટના બની છે, જેમાં ચાંગા ગામે બે દિવસ અગાઉ જ અલ્પેશ ચૌધરી અને પિયુષ પરમાર વચ્ચે બોલાચાલી થઇ હતી જો કે તે સમયે મામલો સ્થાનિક લોકોના સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો.

ઠપકો આપતા યુવકની હત્યા
ગઈકાલે 31 મેને સોમવારની મોડી સાંજે પિયુષ પરમાર તેના મિત્ર પ્રકાશ ઠાકોર સાથે અલ્પેશને ઠપકો આપવા માટે ગયા હતા. જોકે તે સમયે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં અલ્પેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને કમરમાંથી છરી કાઢી સમજાવવા માટે આવેલા બન્ને યુવકો પર હુમલો કર્યો હતો. હુમલામાં પ્રકાશ ઠાકોરને ગાળાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિયુષને ડાબી બાજુ પાંસળી પર ગંભીર ઇજા પહોંચી હતી, હત્યા કરી અલ્પેશ ત્યાંથી નાસી ગયો હતો.

આ પણ વાંચોઃ થરાદ પોલીસે અપહરણ સાથે મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યાં
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તેમજ થરા પોલીસ બનાવસ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે તેમજ ઈજાગ્રસ્તો યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટના મામલે થરા પોલીસે ફરાર અલ્પેશ વિરમાભાઈ ચૌધરી સામે હત્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.