- એક સમયે ફૂલો અને અત્તરની નગરી ગણાતું હતું પાલનપુર શહેર
- વોર્ડ નંબર 7 માં મતદારોને અત્તરનો સ્પ્રે કરી ગુલાબ આપી રિજવવાનો પ્રયાસ
- કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર
બનાસકાંઠાઃ જિલ્લાનું પાલનપુર શહેરનું નામ પડે એટલે ફૂલો,અત્તરો અને શાયરોની યાદ અચૂક આવે છે. પાલનપુર શહેરનું અત્તર એક સમયે વિદેશોમાં નિકાસ થતું હતું અને શહેરમાં પ્રવેશતાં જ ફૂલોની ખુશ્બુ આવતી હતી. પરંતું પાલનપુર શહેર આજે ગંદકીના લીધે બદનામ છે.
10 વર્ષોથી પાલિકામાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસને જીતની આશ બંધાઈ
પાલનપુર પાલિકાના સત્તાધીશોએ શહેરની ખુશ્બૂની દરકાર નહિ લેતાં આજે સમગ્ર શહેરના પ્રત્યેક વિસ્તારોમાં ગંદકી જ ગંદકી જોવા મળે છે. ત્યારે આ વખતની પાલિકાની ચૂંટણીમાં નેતાઓને મતદારોના કડવા વેણ સાંભળવા મળી રહ્યાં છે, ત્યારે 10 વર્ષોથી પાલિકામાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસને જીતની આશ બંધાઈ છે, જેને લીધે કોંગ્રેસ આ વખતે મતદારોને રીઝવવા દરરોજ નવા નવા નુસ્ખાઓ અપનાવી રહી છે. વોર્ડ નંબર 7 માં કોંગ્રેસ પેનલના ચારેય ઉમેદવારો મતદારો પર અત્તરનો સ્પ્રે કરી ગુલાબ આપી મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે, કોંગ્રેસની આ અનોખી પ્રચાર પદ્ધતિ મતદારોને પસંદ તો આવી રહી છે, પરંતુ આ અત્તરનો છંટકાવ કોંગ્રેસની મતપેટીઓ છલકાવે છે કે કેમ તે તો 2 માર્ચના પરિબાદ જ ખબર પડશે.