ડીસા પાંથાવાડા રોડ પર સોમવાર બપોરના સમયે ટેલર અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. જેમાં પેસેન્જર જીપ ડીસાથી પાંથાવાડા તરફ જઈ રહી હતી, તે દરમિયાન લાખણાસર ગામ પાસે સામેથી આવી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેલરના ચાલકે સ્ટીઇરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ અને ટ્રેલર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં પેસેન્જર જીપમાં બેઠેલી એક મહિલા સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા, તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ આજૂ-બાજૂના લોકો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત કામગીરી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.