બનાસકાંઠા : જી. ડી. મોદી કોલેજમાં પાલનપુર તાલુકાના ભુતેડી ગામના દેસાઈ નિખિલ કુમાર મફતલાલ કોલેજમાં એસ.વાય. બી.એસ.સી નું એસાઈમેન્ટ સબમિટ કરવા ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે ત્યાં કોલેજની અંદર આવેલ કેન્ટીંગ બહાર વિદ્યાર્થીઓ ઝઘડતા હતા ત્યારે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ અને આ નિખિલ દેસાઈ અહીં ઉભા હતા. ત્યારે કોલેજના પ્રોફેસર કે.સી પટેલ ત્યાં આવતા ઝઘડતા વિદ્યાર્થી નાસી ગયા હતા. પરંતુ નિખિલ દેસાઈને આ પ્રોફેસરે પકડ્યો હતો અને ત્યારબાદ તેને તેમની ઓફિસમાં લઈ ગયા હતા. પ્રોફેસરે ખૂણામાંથી લાકડી કાઢી હતી અને લાકડી વડે બંને માર માર્યો હતો. યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ નિખિલે કોલેજના પ્રોફેસર કે.સી પટેલ વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
હું જી.ડી. મોદી કોલેજમાં અભ્યાસ કરું છું અને ત્યાં હું ગયો ત્યારે કેન્ટીનની બાજુમાં એક છોકરી અને એક છોકરો ઝઘડતા હતા. જેમાં મારો કોઈ રોલ ન હતો, બધા છોકરાઓ ઉભા ઉભા જોતા હતા. ત્યાં હું પણ ઉભો હતો, ત્યારે કોલેજના પ્રોફેસર કે. સી. પટેલ સાહેબ આવ્યા તેથી બધા છોકરાઓ ભાગી ગયા હતા. જેથી હું પણ દોડ્યો પરંતુ મને તેમને પકડીને તેમની ઓફિસમાં લઈ ગયા અને મને મારું નામ અને મારી અટક પૂછવામાં આવી હતી. મને કહ્યું કે તમે રબારી માથાભારે થઈ ગયા છો. એમ કરી મને લાકડી વડે માર માર્યો હતો. છોકરીએ પણ આવીને પ્રોફેસરનું કહ્યું કે, સાહેબ આ ભાઈનો કોઈ આમાં વાંક નથી. છતાં મને માર માર્યો અને મારું એડમિશન રદ કરી દેવાની ધમકી આપી. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છું, ત્યારે કોલેજના અન્ય પ્રોફેસરો મને ફોન કરીને કોલેજમાંથી નીકાળી દેવાની ધમકી આપી રહ્યા છે. - નિખિલ દેસાઈ, ભોગ બનનાર
પોલિસે તપાસ હાથ ધરી : આ બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસના પી.આઇ આર.બી ગોહિલએ જણાવ્યું હતું કે, નિખિલે કોલેજના પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં હાલ પોલીસ દ્વારા તમામ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.