ETV Bharat / state

બનાસકાંઠામાં તીડ આક્રમણ માટે જિલ્લાકક્ષાએ બેઠક યોજાઈ - બનાસકાંઠા જિલ્લા કલેક્ટર

બનાસકાંઠા : જિલ્લામાં સરહદી વિસ્તારને ઘમરોળ્યા બાદ છેલ્લા 2 દિવસથી ડીસા પાલનપુર અને લાખણી તાલુકામાં તીડે આક્રમણ કરતા ખેડૂતોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હતી. તીડના આક્રમણથી ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર પણ વધુ ટીમો ઉતારી તીડના નાશ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

banaskantha
બનાસકાંઠા
author img

By

Published : Dec 21, 2019, 8:27 PM IST

બનાસકાંઠા જિલ્લામાં મંદીની સાથે સતત કમોસમી માવઠાથી અને કુદરતી આફતથી ખેડૂતો પાયમાલ બની ગયા છે. તેમ છતાં પણ ખેડૂતોએ દેવું કરીને પણ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. તેમાં પણ 12મી ડીસેમ્બરે કમોસમી માવઠાએ વાવેતરને વ્યાપક નુકસાન કર્યું હતું. એટલું ઓછું હોય તેમ છેલ્લા દસ દિવસથી પાકિસ્તાનથી રાજસ્થાન અને ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં તીડે આક્રમણ કરતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

બનાસકાંઠા જિલ્લામાં તીડ આક્રમણ માટે જિલ્લાકક્ષાએ બેઠક યોજાઈ

જેમાં છેલ્લા બે દિવસથી તીડના ઝુંડે લાખણી પાલનપુર અને ડીસા પંથકમાં ખેતી પાક પર હુમલો કરતાં ખેડૂતો હતપ્રભ બની ગયા છે. ખેડૂત પરિવારો થાળી ,તગારા વગાડી, ક્યાંક બંદૂકના ભડાકા કરી તો ક્યાંક ફટાકડા ફોડી તેમનો મહામૂલા પાકને બચાવવા મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. તેમ છતાં પણ તીડ પાક પર આક્રમણ ચાલુ રાખતા ખેડૂતોના મોતિયા મરી ગયા છે.

સતત કુદરતી આફતો ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન પુરવાર થયેલ છે. છેલ્લા એક અઠવાડિયાથી તીડો ખેતીના પાકોને નુકસાન પહોંચાડી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમા વટાવી ગયો છે. ત્યારે ખેડૂતોના હિતમાં સરકાર વધુ એકવાર નિષ્ફળ નિવડી હોવાના કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે. અગાઉ પણ કમોસમી માવઠાને કારણે તેમજ યોજનાઓના કારણે નુકસાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે આ વખતે ફરી તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જે મામલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. તેમજ નુક્શાનીનો સર્વે કરી ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેશે.

આ બાબતે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, એક તરફ તીડના આક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લાના સાત જેટલા તાલુકાઓને તીડે બાનમાં લીધા છે. તેમજ તંત્ર અને ખેડૂતોના પ્રયાસ કરવા છતાં પણ તીડનું આક્રમણ ચાલુ રહ્યું છે. જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે તંત્ર પણ વધુ ટીમો ઉતારી તીડના નાશ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.21 12 2019

સ્લગ......બનાસકાંઠા જિલ્લામાં તીડ આક્રમણ માટે જિલ્લાકક્ષાએ બેઠક યોજાઈ

એન્કર.......બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારને ઘમરોળ્યા બાદ છેલ્લા બે દિવસથી ડીસા પાલનપુર અને લાખણી તાલુકામાં પણ નું તીડે આક્રમણ કરતા ખેડૂતોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે......

Body:વી ઓ .... સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મંદિ ની સાથે સાથે સતત કમોસમી માવઠાથી અને કુદરતી આફતથી ખેડૂતો પાયમાલ બની ગયા છે તેમ છતાં પણ ખેડૂતો દેવું કરીને પણ શિયાળુ પાક નું વાવેતર કર્યું હતું. તેમાં પણ ગત ૧૨ મી ડીસેમ્બરે કમોસમી માવઠા એ વાવેતરને વ્યાપક નુકસાન કર્યું હતો એટલું ઓછું હોય તેમ છેલ્લા દસ દિવસથી પાકિસ્તાનથી રાજસ્થાન અને ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં તીડે આક્રમણ કરતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે જેમાં છેલ્લા બે દિવસથી તીડના ઝુંડ એ લાખણી પાલનપુર અને ડીસા પંથકમાં પણ ખેતી પાક પર હુમલો કરતાં ખેડૂતો હતપ્રભ બની ગયા છે ખેડૂત પરિવારો થાળી ,તગારા વગાડી, ક્યાંક બંદૂકના ભડાકા કરી તો ક્યાંક ફટાકડા ફોડી તેમનો મહામૂલા પાકને બચાવવા મરણિયા પ્રયાસો હાથ ધર્યો છે તેમ છતાં પણ તીડ પાક પર આક્રમણ ચાલુ રાખતા ખેડૂતોના મોતિયા મરી ગયા છે સતત કુદરતી આફતો ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન પુરવાર થયેલ છે છેલ્લા એક અઠવાડિયાથી તીડો એ ખેતીપાકો નો ખાત્મો બોલાવી રહ્યા છે જેના કારણે ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમા વટાવી ગયો છે ત્યારે ખેડૂતોના હિતમાં સરકાર વધુ એકવાર નિષ્ફળ નિવડી હોવાના કોંગ્રેસના ધારાસભ્યો આક્ષેપ કર્યા છે......

બાઈટ....ગેનીબેન ઠાકોર
( વાવ, ધારાસભ્ય )

વી ઓ ...... બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ કમોસમી માવઠાને કારણે યોજનાઓના કારણે નુકસાન થઈ ચૂક્યું છે ત્યારે હવે આ વખતે ફરી તેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જે મામલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે અને નુક્શાનીનો સર્વે કરી ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેશે તેમ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું

બાઈટ.....પરબત પટેલ
(બનાસકાંઠા, સાંસદ )

વી ઓ ....... એક તરફ ચીડના આક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લાના સાત જેટલા તાલુકાઓને ધીરે બાનમાં લીધા છે અને તંત્ર અને ખેડૂતોના પ્રયાસ કરવા છતાં પણ તીડ નું આક્રમણ ચાલુ રહ્યું છે જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ મામલે તંત્ર પણ વધુ ટીમો ઉતારી સ્પીડના નાશ માટેના પ્રયાસો હાથ ધર્યા છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું....

બાઈટ.....સંદીપ સાગલે
(બનાસકાંઠા, કલેક્ટર )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.