ETV Bharat / state

પાલનપુરના માલણ દરવાજા નજીક મોડી રાત્રે લાગી આગ - Power off

બનાસકાંઠામાં પાલનપુરના માલણ દરવાજા નજીક ભંગારની લાઠીમાં આગ લાગતાં મસમોટું નુકસાન થયું હતું. આગને પગલે વીજળી બંધ થઈ જતાં લોકો મોડી રાત્રિ સુધી અંધારામાં જ રાત વિતાવવા મજબૂર બન્યા હતા.

પાલનપુરના માલણ દરવાજા પાસે આગ
પાલનપુરના માલણ દરવાજા પાસે આગ
author img

By

Published : Apr 12, 2021, 12:08 PM IST

Updated : Apr 12, 2021, 1:23 PM IST

  • પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં લાગી આગ
  • મોડી રાત્રે વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી લાગી આગ
  • પાલનપુર ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવ્યો

બનાસકાંઠા : જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં વીજ ડીપીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં મોડી રાત્રે આગ લાગી હતી. વીજ ડીપીની નજીકમાં આવેલી ભંગારની લાઠીમાં આગ પકડાઈ જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લીધે લાઠીમાં રહેલો તમામ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. તેના લીધે અંદાજિત દોઢેક લાખનું નુકસાન થવા પામ્યું હતું. બીજી તરફ પાલનપુર નગરપાલિકાના બે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો. બીજી તરફ આગને પગલે શહેરના સમગ્ર કોટ વિસ્તારમાં વીજળી બંધ થઈ ગઇ હતી. 5 કલાક સુધી લોકોને અંધારામાં જ રાત વિતાવવી પડી હતી. મોડી રાત્રે 2 વાગ્યે વીજપુરવઠો પુનઃવત થતાં નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નગરપાલિકાના વોર્ડ નં.-4 અને 5ના સ્થાનિક કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી આવ્યા

પાલનપુર શહેરનાં માલણ દરવાજા વિસ્તારમાં લાગેલી આગને પગલે નગરપાલિકાના વોર્ડ નં.-4 અને 5ના સ્થાનિક કોર્પોરેટરો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવતાં બે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ઝડપથી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પાલનપુરના માલણ દરવાજા પાસે આગ

આ પણ વાંચો : અમદાવાદની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં લાગી આગ

વીજ ડીપીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાથી સમગ્ર કોટ વિસ્તારની વીજળી બંધ કરાઇ

વીજ ડીપીમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાથી અગમચેતીના ભાગરૂપે સમગ્ર કોટ વિસ્તારની વીજળી બંધ કરી દેવાઈ હતી. રાત્રિના દસ વાગ્યાથી મધરાત્રિના બે વાગ્યા સુધી લાઈટ આવી ન હતી. રાતના બે વાગ્યે વીજ કંપનીના કર્મચારીઓએ વીજ ડીપીનું સમારકામ પૂર્ણ કરતાં મોડી રાત્રે લાઈટ આવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વીજળી ના હોવાથી આટલી ભયંકર ગરમીમાં લોકોને વીજળી વિના જ સુવા મજબૂર થયા હતા.

આ પણ વાંચો : આગને કાબૂમાં લેતા વનપ્રધાન હરક સિંહ થયા ઇજાગ્રસ્ત, મહિલા વનકર્મી પણ આગની ઝપેટમાં

બે ફાયર ફાઈટરની મદદ લઇ તાત્કાલિક આગ પર સંપૂર્ણ પણે કાબૂ મેળવાયો

પાલનપુર નગરપાલિકાના કચેરી અધિક્ષક સંજયભાઈ વ્યાસે આ અંગે જણાવ્યું હતું કે, શહેરના માલણ દરવાજા નજીક આગ લાગી હોવાની જાણ સ્થાનિક કોર્પોરેટરો તેમજ પાલિકા પ્રમુખે કરતાં બે ફાયર ફાઈટરની મદદ લઇ તાત્કાલિક આગ પર સંપૂર્ણ પણે કાબૂ મેળવી લેવાયો છે.

Last Updated : Apr 12, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.