- બનાસકાંઠા જિલ્લામાં આગ લાગવાની ઘટનામાં વધારો
- ઇકબાલગઢમાં ગાદલાની ફેક્ટરીમાં લાગી આગ
- આગમાં પડેલ માલસામાન લાખો રૂપિયાનું નુકસાન
- બનાસકાંઠા જિલ્લામાં આગ લાગવાની ઘટનામાં વધારો
બનાસકાંઠાઃ જિલ્લામાં આગની ઘટનાઓ જાણે રોજબરોજની બની ગયું હોય તેઓ જોવા મળી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અને તાલુકાઓમાં આગની મોટી ઘટનાઓ સામે આવી છે. આવી આગની ઘટનાઓમાં માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો ક્યાક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, ક્યાક ગોડાઉનમાં આગની ઘટનાઓ સામે આવી છે. તો ક્યાક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ છે.

સદનસીબે આગના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી
ધાનેરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ સદનસીબે આગના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. વારંવાર બધી આગની ઘટનાને લઇ હાલમાં બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જ્યા પણ મોટી ફેક્ટરી આવેલી છે, ત્યાંં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જેથી આવનારા સમયમાં કોઇ આગની મોટી દુર્ઘટના સર્જાય તો તેની સામે સુરક્ષા મેળવી શકાય.

ગરીબ પરિવારને અંદાજે 3 લાખનું નુકસાન થયુ
ઇકબાલગઢમાં આવેલ એક ગાદલા બનાવતા કારખાનામાં બુધવારે વહેલી સવારે આકસ્મિક આગની ઘટના બની હતી. અકબર ભાઈ તેલી વહેલી સવારે રાબેતા મુજબ પોતાના ગાદલા બનાવવાના કારખાને આવ્યા હતા અને કારખાનું ખોલતા જ અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી, આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દિવાળીના સમયમાં ગરીબ તેલી પરિવારની રોજીરોટી છીનવાઇ
બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ હતા. પરંતુ કારખાનામાં રહેલ તમામ માલ સામાન મળી જતા માલિકને અંદાજિત ત્રણ લાખ રૂપિયાનો નુકસાન થયું છે, કોરોના મહામારીના સમયમાં પોતાના કારખાનાની આવી સ્થિતિ જોઈ માલિક પણ રડી પડ્યા હતા અને દિવાળીના સમયમાં ગરીબ તેલી પરિવારની રોજીરોટી છીનવાઇ જતા આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.