દેશ માટે હંમેશા પોતાની કુરબાની આપવાની ભાવના રાખતા અને દેશના લોકો સુરક્ષિત રહે તે માટે દુશ્મન દોસ્તી બચાવી અને લોકોને સુરક્ષિત રાખતા ભારતના જવાનો હંમેશા બોર્ડર પર એના તહી સુરક્ષા કરતા હોય છે બોર્ડર પર આર્મીના જવાનો 24 કલાક દેશની સુરક્ષા કરતા હોવાના કારણે ભારત દેશ આજે સુરક્ષિત છે.
ત્યારે પાલનપુર તાલુકાના વાસણા ગામના વતની અને ખેડુતપુત્ર પરથીસિંહ બોડાણાએ ભારત દેશની આર્મીમાં વફાદારી પુર્ણ પોતાની ફરજ પુરી કરી પોતાના માદરે વતન પાલનપુર તાલુકાના વાસણા ખાતે વાજતે ગાજતે વરઘોડા સાથેનો વિદાઈ સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરથીસિંહ બોડાણા કાણોદરના મહાકાળી માતાજીના મંદીરે સવારે 7 કલાકે આરતી દર્શન કરી વાસણા ખાતે મહાદેવ મંદીરે દર્શનાર્થે જવા રવાના થયા હતા. જયા તેમનુ ગ્રામજનોએ ભારત માતાકી જયના નારા સાથે ઉત્સાહભેર સ્વાગત કર્યું હતુ.
આ કાર્યક્રમમાં વાસણા ગામના સરપંચ તેમજ આજુબાજુના મુસ્લિમ સમાજના લોકો,રાજપુત સમાજના આગેવાનો, ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જવાન પરથીસિંહ બોડાણાનુ ફુલહાર તેમજ સાલ ઓઢાડી ઉમળકાભેર સમ્માનિત કરાયા હતા. જયાં સમગ્ર પંથકમાં હરખના આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. નિવૃત્તિ દરમિયાન વિદાઇ લઇ રહેલા પરથીસિંહ બોડાણાએ દેશની સેવા કરવાનો લાભ મળતા સમગ્ર દેશ વાસીઓએ શુભેચ્છા પાઠવી હતી. ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.જરૂર પડશેતો બોર્ડર પર જઇ દેશ માટે બલિદાન પણ આપીશ તેવુ કહ્યુ હતુ.