- RTPCR ટેસ્ટ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં શરૂ કરી દેવાયા
- અંબાજીમાં કોવિડ સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ
- મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યું
- દર્દીને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવમાં આવી
બનાસકાંઠાઃ અંબાજી ખાતે આસપાસના વિસ્તારના આદિવાસી લોકો RTPCR ટેસ્ટ કરાવી રહ્યા છે. જેથી હવે અસરગ્રસ્ત કે શંકાસ્પદ કોરોના દર્દીઓને તાપમાં 22 કિલોમીટર દૂર નથી જવું પડતું. જોકે અંબાજીમાં RTPCRના ટેસ્ટ રિપોર્ટ મોડો આવતો હોવાથી રિપોર્ટ ઝડપથી આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ મેઘરજમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું
હાલમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ અંબાજીમાં કોવિડ સેન્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 50 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે અને આ કોવિડ સેન્ટરમાં દાખલ થનારા દર્દીને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવમાં આવી છે. તેમજ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યું છે. હાલમાં અંબાજી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધુ ફેલાઈ રહ્યુ છે. સ્થાનિક દર્દીઓને દૂર સુધી ન જવુ પડે તે માટે આ સુવિધા અંબાજી ખાતે ઉભી કરવામાં આવી છે. જોકે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે ત્યારે બજારો ખુલ્લાં રહેતા લોકો સાવધાની રાખે તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચોઃ મહેસાણા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર તેમજ જિલ્લામાં 1,300થી વધુ બેડ વધારાયા