- ઉત્તર પ્રદેશના વારાણસી મિલ્ક કલેકશન સેન્ટરો પશુપાલકો બનાસકાંઠાની મુલાકાતે
- બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમને ખુલ્લો મુક્યો
- પશુપાલકો 5 દિવસ દરિમયાન બનાસડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત કરશે
- બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પણ કાર્યક્રમમાં હાજર
બનાસકાંઠા :ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત બનાસડેરી સંચાલિત મિલ્ક કલેકશનના 67 પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોનું પ્રતિનિધિ મંડળ બનાસડેરીની મુલાકાતે આવ્યું છે. જે અંતર્ગત બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આજે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો. બનાસ ડેરીએ દૂધના વ્યવસાયની સાથે સાથે મધ, ગોબરગેસ, ટેઈક હોમ રાશન, ઓઇલ પ્લાન્ટસ જેવા વ્યવસાય શરૂ કરીને દૂધ ઉત્પાદકોને દૂધની સાથે અન્ય વ્યવસાયથી પણ વધારાની આવક પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધી રહી છે. જેના કારણે દૂધ ઉત્પાદકોને 11 કરોડ રૂપિયા જેટલો ભાવફેર આપવામાં સફળ રહી છે.
પશુપાલકો 5 દિવસ દરિમયાન બનાસડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લેશે
બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો
આ પ્લાન્ટથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને ખેતી અને પશુપાલકમાં ડબલ આવક મળી રહી છે. ત્યારે ઉત્તરપ્રદેશના 67 પશુપાલકો આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. જ્યા બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના પણ પ્રગતિશીલ પશુપાલકો હાજર રહ્યા હતા અને આજે પશુપાલન ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો કેવી રીતે આગળ આવ્યો તેની ઉત્તર પ્રદેશથી આવેલા પશુપાલકોને માહિતી આપી હતી.