- બનાસકાંઠા જિલ્લામાં આગ લાગવાની ઘટનામાં વધારો
- પાલનપુર ગોબરી રોડ પર કારમાં લાગી આગ
- વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો
બનાસકાંઠા: જિલ્લામાં આગની ઘટનાઓ જાણે રોજબરોજની બની ગયું હોય તેઓ જોવા મળી રહી છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અને તાલુકાઓમાં આગની મોટી મોટી ઘટનાઓ સામે આવી છે, આવી આગની ઘટનાઓમાં માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો ક્યાક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, ક્યાક ગોડાઉનમાં આગની ઘટનાઓ સામે આવી છે, તો ક્યાક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા દિવસ અગાઉ છે, ધાનેરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ સદનસીબે આગના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. વારંવાર બધી આગની ઘટનાને લઇ હાલમાં બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જ્યાં પણ મોટી ફેક્ટરી આવેલી છે, ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જેથી આવનારા સમયમાં કોઇ આગની મોટી દુર્ઘટના સર્જાય તો તેની સામે સુરક્ષા મેળવી શકાય.
પાલનપુર ગોબરી રોડ પર કારમાં લાગી આગ
પાલનપુરના ગોબરી રોડ પરથી આજે એક અલ્ટો કાર પસાર થઇ રહી હતી, તે દરમિયાન આકસ્મિક આ કારમાં આગ લાગતા અફડાતફડી સર્જાઇ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તે પણ ઘટનાસ્થળે આવી સળગતી કાર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં તો આ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. કાર ચાલકે સમય સુચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે, જેના કારણે જાનહાનિ ટળી છે. આ કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાનામાં ગાડીમાં આગ લાગવાની આ પાંચમી ઘટના બની છે.
વાહનોમાં આગ લાગવાના બનાવોમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત છે, બનાસકાંઠા જિલ્લામાં હાલ ક્યાક સર્કિટના કારણે મોટા-મોટા ગોડાઉનમાં આગ લાગી રહી છે. તો ક્યાક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક રોજિંદા જીવનમાં વપરાતા ટુ વ્હીલર અને ફોરવીલરમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ફોરવીલર કારમાં સૌથી વધુ આગની ઘટનાઓ સામે આવી રહી છે, તે ઉપરાંત ક્યારેક અકસ્માતોમાં પણ મોટા વાહનોમાં આગની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ટુ વ્હીલર અને ફોરવીલર વાહનોમાં સતત આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.