બનાસકાંઠા રાજ્યમાં સોમવારથી ધોધમાર વરસાદ પડી (Heavy Rain in Banaskantha) રહ્યો છે. તેના કારણે અનેક લોકોને મોટું નુકસાન થયું છે. ત્યારે હવે ડીસાના હરસોલિયા વાસમાં પણ વરસાદના કારણે 3 મકાન ધરાશાયી થઈ જતાં મકાનમાલિકોને મોટું નુકસાન પહોંચ્યું છે. અહીં વરસાદના કારણે ગટરમાં ચોમાસાના પાણીનો પ્રવાહ વધતા બાજુમાં આવેલા ત્રણ મકાનો ધરાશાયી (A building collapsed in Deesa) થયા હતા.
ડીસા તાલુકામાં મેઘતાંડવ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) પ્રમાણે, આજે વહેલી સવારથી જ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ (Heavy Rain in Banaskantha) થયો હતો. આથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ડીસામાં આજે માત્ર 2 કલાકમાં જ 2 ઈંચથી વધુ વરસાદ પડતાં સાર્વત્રિક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીસામાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી પણ ભરાયા હતા.
આ પણ વાંચો હજી 5 દિવસ વરસાદની આગાહી હોવાથી તંત્ર એલર્ટ પર તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
માલસામાનને થયું નુકસાન તો ઘરોમાં વરસાદે પાણી ફરી વળતા લોકોના માલસામાનને પણ મોટું નુકસાન થયું હતું. બીજી તરફ અનેક જગ્યાઓ પર ભારે વરસાદના (Heavy Rain in Banaskantha) કારણે સ્થાનિકોએ નુકસાન વેઠવું પડ્યું છે. ડીસામાં આ વર્ષે જિલ્લાનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તો અહીં વહેલી સવારથી જ વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.
અઠવાડિયાથી ચાલુ છે વરસાદ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી (Heavy Rain in Banaskantha) રહ્યો છે. આથી અનેક જગ્યાએ લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. તેવી જ રીતે ડીસાના હરસોલિયા વાસમાં પણ મકાનમાલિકો ભોગ (A building collapsed in Deesa) બન્યા હતા. અહીં મુખ્ય ગટરલાઈનમાં ચોમાસાના પાણીનો પ્રવાહ વધતાં ગટરની દિવાલને અડીને આવેલા મુકેશ લુહાર, બાબુ પંડ્યા અને કિશનલાલ દિનકરના મકાન ધરાશાયી થઈ ગયા હતા. એટલે મકાનમાલિકોને 3થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સબનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ મકાનની દિવાલો ધરાશાયી (A building collapsed in Deesa) થતા ઘરવખરીને પણ નુકસાન થયું છે.
આ પણ વાંચો ફરી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મલ્હારથી છવાયો અનેરો આનંદ
નગરસેવકે આપી ખાતરી આ બનાવને પગલે વોર્ડ નંબર 6ના નગરસેવક નયનાબેન સોલંકી અને પૂનમબેન ભાટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમ જ અસરગ્રસ્ત મકાનમાલિકોને (A building collapsed in Deesa) સાંત્વના આપી નગરપાલિકા વતી બનતી મદદ કરવાની ખાતરી આપી હતી.