- બનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોરમાં ગાબડું
- ગાબડું પડતાં છ એકર જમીન બેટમાં ફેરવાઈ
- રાછેણા માઇનોર બેમાં પડ્યું દસ ફૂટનું ગાબડુંબનાસકાંઠામાં વાવ તાલુકાના રાછેણા માઈનોર-2માં ગાબડું પડતા 6 એકર જમીન બેટમાં ફેરવાઈ
બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં રવી સિઝન માટે ખેડૂતો નર્મદાનું સિંચાઈના પાણી માટે જીરું, એરંડા, રાયડા જેવા પાકનું વાવેતર કરે છે. જોકે આજે સવારે રાછેણા માઈનોર બેમાં દસ ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જોકે, ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, જેમ કાગળ તૂટે તેમ કેનાલો તૂટી રહી છે. કેનાલમાં હલકી ગુણવતાનું મટિરીયલ વાપરવાથી કેનાલ તૂટી છે તેવા આક્ષેપો કર્યા હતા.
