ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 5 લોકોના મોત - Road Accident

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતો સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા. બનાવને પગલે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માત
માર્ગ અકસ્માત
author img

By

Published : Dec 28, 2020, 5:43 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 5 લોકોના મોત
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી
  • હાઈવે પર થઈ હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલક ફરાર
    બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 5 લોકોના મોત

બાનસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતો સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા હતા. બનાવને પગલે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાભર તાલુકાના ખારા ગામ પાસે વળાંકમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બે યુવકો તેમજ કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સારવાર દરમિયાન વધુ એક બાઈક સવારનું મોત થતાં કુલ ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતની જાણ ભાભર પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુરમાં પણ અકસ્માતમાં એક બાઈક સવારનું મોત

આ ઉપરાંત પાલનપુરના ગઠામણ પાસે પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં વેપારી નયન પરમાર બાઈક લઈ જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર વેપારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે પાલનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક વેપારીના બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ગત ત્રણ દિવસમાં અકસ્માતની 4 ઘટના બની છે. જેમાં કુલ નવ લોકોના મોત થયા છે.

ભાભર પાસે અકસ્માતમાં મૃતકોના નામ

  1. અમરત હીરાભાઈ ચૌધરી
  2. વિનોદ મેઘરજભાઈ ચૌધરી
  3. પ્રતાપ ધનરાજભાઈ ચૌધરી
  4. લાડુભા પરતાસિંહ પરમાર

પાલનપુર અકસ્માતના મૃતકનું નામ

નયનભાઈ પરમાર

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતોને કારણે હાલ બનાસકાંઠા જિલ્લાના રસ્તાઓ લોહિયાળ બન્યાં છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતોમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ બાઈક સવારોના અકસ્માતમાં મોત થવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા જતા અકસ્માતોને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. અકસ્માતોને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા રાત્રે પેટ્રોલિંગ વધારી વધારે સ્પીડમાં જતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો જ આવનારા સમયમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.