ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે અને દર વર્ષની જેમ ગરમી હવે તેનો અસલ મિજાજ બતાવી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ વખતે તાપમાનનો પારો 40 ડિગ્રી થતા નગરજનોએ ગરમ લૂનો એહસાસ કર્યો હતો.
ડીસામાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી જતા આગામી સમયમાં ગરમી કેટલો સિતમ વરસાવશે તેનો ખ્યાલ આવી જાય તેમ છે.