- સાતસણ ગામમાં ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા
- સ્થાનિકોએ હાથીઓ માટે ખોરાક અને પાણીની કરી વ્યવસ્થા
- ફોરેસ્ટ વિભાગે હાથીના માલિકની શોધખોળ શરૂ કરી
બનાસકાંઠાઃ જિલ્લામાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા સાતસણ ગામમાં મંગળવારે 4 હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યાં હતા. આ 4 હાથી માદા હાથી છે. સાતસણ ગામની સીમમાં પથ્થરો પાસે 4 હાથી બાંધેલી હાલતમાં દેખાયા હતા. ચાર હાથી એક સાથે દેખાતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ તમામ હાથીઓને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ફોરેસ્ટ વિભાગની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે
ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. જે બાદ ડોક્ટરોએ હાથીની તપાસણી પણ કરી. જે તપાસમાં હાથી સ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું. આ હાથી મામલે અત્યારે ફોરેસ્ટ વિભાગે આજુબાજુના ગામમાં આ હાથીનો માલિક કોણ છે તે મામલે તપાસ હાથધરી છે.

હાથીને જોવા ગામલોકો ઉમટ્યા
