બનાસકાંઠા: નર્મદા મુખ્ય કેનાલમાં દિન પ્રતિ દિન ડૂબવાના બનાવ સામે આવતા હોય છે. ત્યારે નર્મદા કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે એક ડૂબવાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે બીજો બનાવ થરાદની મુખ્ય કેનાલમાં એક યુવકે કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે.
"બે પતિ પત્નીએ જે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. જેની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. તેની શોધખોળ હાથ ધરી હતી. લાંબા સમયની શોધખોળ બાદ તેમના મૃતદેહને અને બહાર કાઢવામાં આવ્યો હતો. કયા કારણોસર બંનેએ આપઘાત કર્યો છે તે દિશામાં અત્યારે તપાસ ચાલુ છે" -- ડી.ટી ગોહિલ (ડી.વાય.એસ.પી)
અસ્થિર મગજના કારણે કેનાલમાં ઝંપલાવ્યું: કાકરેજ તાલુકાના રાણપુર ખાતે આવેલી નર્મદા મુખ્ય કેનાલમાં અસ્થિર મગજના કારણે પહેલા પતિ અને ત્યારબાદ પત્ની નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવ્યું હતું. બંને જણા કેનાલમાં ઝપલાવતા સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો દ્વારા નર્મદાની કેનાલમાં શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ શોધખોળ કર્યા બાદ બંને મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
પતિ પત્નીના સાથે અંતિમ સંસ્કાર: મૃતદેહોને બહાર કાઢી તેના વાલી વારસા દ્વારા પોતાના ઘરે લઈ જવામાં આવ્યા હતા. બંને પતિ પત્નીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં રાણકપુર ગામમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. જેમાં મૃતકોને એકેય બાળક નથી. પરંતુ એમની માતાનું અવસાન થયેલ છે, એમના પરિવારમાં પિતા અને એક નાનો ભાઈ છે ભાઈને પણ મગજની દવા ચાલુ છે છેલ્લા બે વર્ષથી, જોકે હવે અસ્થિર મગજની દવાના કારણે પતીને બચાવવા જતાં પત્ની પણ મોતને ભેટી જોકે સમગ્ર ઘટના અંગે ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
કેનાલમાં મોત: થરાદમાંથી પસાર થતી મુખ કેનાલમાં પણ એક યુવકે અગમ્ય કારણોસર તેનું બાઈક કેનાલની બાજુમાં મૂકીને કેનાલમાં ઝંપલાવી મોતને વાલુ કર્યું છે. મળતી માહિતી મુજબ યુવક થરાદ તાલુકાના પડાદર ગામનો હોવાનું સામે આવ્યું છે. જેનું નામ ભરતભાઈ હંસાભાઈ ઉં. વર્ષ 30 છે જેમણે કોઈ કારણોસર કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. ત્યારે સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકો અને તંત્રની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.