ETV Bharat / state

થરાદમાં 4 લાખથી વધુ કિંમતના ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ - tharad police

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી શનિવારે ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. જેમાં ડ્રગ્સ સહિત કુલ-9.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

4 લાખના ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 3 લોકો ઝડપાયા

author img

By

Published : Apr 3, 2021, 6:53 PM IST

Updated : Apr 3, 2021, 7:24 PM IST

  • 4 લાખના ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 3 લોકો ઝડપાયા
  • SOG પોલીસે ચેક કરતાં ગાડીમાંથી 4,08,700 રૂપિયાની કિંમતનું 40.87 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • પોલીસે મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા: જિલ્લાના સરહદી પાકિસ્તાન અને રાજસ્થાની બોર્ડરને અડીને આવેલા થરાદમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેમાં શનિવારે સરહદી વિસ્તાર થરાદ પાસેથી પોલીસને ડ્રગ્સની હેરાફેરી કરતી મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે.

SOG પોલીસે ચેક કરતાં ગાડીમાંથી 4,08,700 રૂપિયાની કિંમતનું 40.87 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં ફિલ્મ નિર્માતા શંકર ગૌડાની બેંગલુરુમાં ધરપકડ

SOG પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શકમંદ ગાડી રોકાવી કર્યું ચેકિંગ

થરાદ પોલીસ 3 એપ્રિલના રોજ ભાભર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી, તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી કાર શંકાસ્પદ જણાતા તેને થોભાવી હતી. બાદમાં આ કારની તપાસ કરતા તેમાં એક મહિલા સહિત બે પુરુષો ગાડીમાં સવાર હતા. જેમાં કારચાલકની તપાસ લેતાં તેની પાસેથી 40.87 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: ATS મહેસાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન, 3.90 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

આરોપીઓ સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો

પોલીસે આ અંગે કડક પૂછપરછ કરતા તેને રાજસ્થાનના સાચોર ખાતે રહેતા રાકેશ બીશ્નોઈ પાસેથી આ ડ્રગ્સ લાવ્યા હોવાનું જણાવ્યું હતું .જેથી પોલીસે ડ્રગ્સનો જથ્થો કાર સહિત કુલ-9.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ચારેય આરોપીઓ સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. જેમાં એક મહિલા સહિત કુલ ત્રણ શખ્સોની અટકાયત કરી છે. જ્યારે ડ્રગ્સ આપનારા રાજસ્થાની શખ્સની શોધખોળ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ

1.પીનાબેન ચિનુભાઈ ભાટી

2.અશ્વિન ચિનુભાઈ ભાટી

3.નિકુલ રઘુભાઈ મકવાણા

ફરાર આરોપી

4.રાકેશ બીશ્નોઈ

Last Updated : Apr 3, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.