ETV Bharat / state

બનાસકાંઠાના સુઈગામ નજીક અકસ્માત સર્જાતા 27 લોકો ઇજાગ્રસ્ત થયા - Jeep overturned accident

બનાસકાંઠા (Banaskantha)જિલ્લાના સરહદી વિસ્તારમાં રવીવારે મોડી સાંજે જીપ પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં 27 લોકો ઇજાગ્રસ્ત (27 people were injured in the accident)થયા હોવાની ઘટના સામે આવી છે. નડેશ્વરી માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે જીપ પલટી ખાતા (Jeep overturned accident)એક જ સમાજના પરિવારને અકસ્માત નડયો હતો.

બનાસકાંઠાના સુઈગામ નજીક અકસ્માત સર્જાતા 27 લોકો ઇજાગ્રસ્ત થયા

author img

By

Published : Nov 15, 2021, 8:42 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો
  • સુઈગામ ના નડાબેટ પાસે જીપ પલટી ખાતા 27 લોકો ઇજાગ્રસ્ત
  • નડેશ્વરી માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે નડ્યો અકસ્માત

બનાસકાંઠાઃ જિલ્લામાં ઘણા સમયથી માર્ગ અકસ્માતના(Road accident) બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાત્રિના સમયે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી દરેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી વિસ્તારોમાં (Border areas)છેલ્લા એક વર્ષમાં અનેક અકસ્માતો સર્જાય છે જેમાં અનેક માસુમ જિંદગીઓ મોતને પણ ભેટી છે.

સુઈગામપાસે અકસ્માત સર્જાયો

સુઈગામ ના નડાબેટ પાસે મોડી સાંજે જીપ પલટી ખાતા અકસ્માત(Jeep overturned accident) સર્જાયો હતો. વાવ તાલુકાના માધપુરા ગામના ચૌધરી પટેલ સમાજના લોકો નડેશ્વરી માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે સમયે નડાબેટ નજીક ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા જીપડાલુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપડાલા માં બેઠેલા મહિલાઓ સહિત 27 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડાયા

આ બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સુઈગામ અને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટનાની જાણ થતાં વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર( MLA Ganibahen Thakor)પણ સુઈગામ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી રાહત કામગીરી ફરી થવા માટે હાજર સ્ટાફને સુચના આપી હતી, જ્યારે એક જ પટેલ પરિવારના 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સમાજના ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચોઃ ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સના સપ્લાયર મુખ્ય આરોપી મુખ્તાકખાન પઠાણની મુંબઈથી કરી ધરપકડ
આ પણ વાંચોઃ આજે રાત્રે 12:00થી 400 લોકોની મર્યાદામાં પરિક્રમાર્થીઓને જિલ્લા કલેકટરની મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.