ETV Bharat / state

બનાસકાંઠાઃ સ્વાતંત્ર પર્વ નિમિત્તે કોવિડ-19માં વિશિષ્ટ કામીગીરી કરનારા 21 કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવ્યું

પાલનપુર ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના 74માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે કોવિડ-19માં આરોગ્ય અને સેવા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા બનાસકાંઠા જિલ્લાના 21 જેટલાં કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
સ્વાતંત્ર પર્વ નિમિત્તે કોવિડ-19માં વિશિષ્ટ કામીગીરી કરનારા 21 કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવ્યું
author img

By

Published : Aug 16, 2020, 12:47 AM IST

બનાસકાંઠાઃ પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લાકક્ષાનો 74મો સ્વાતંત્ર પર્વ ઉજવાયો હતો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે 21 શ્રેષ્ઠ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી, શાલ ઓઢાડી સમ્માન કરાવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કચેરીના તબીબોમાં ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.જે.એચ.હરીયાણી, એન. સી. ડી. પ્રોગ્રામ ઓફિસર ડૉ.સાલુ ચૌધરી, એ.પી.એમ. ડૉ.ભારમલ પટેલ, રામસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. શ્રધ્ધા મોદી, ધાનેરા આસી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મીનાક્ષી રાજપૂત, મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.એકતા ચૌધરી, લાખણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ નર્સ ભાવના પરમાર, ભડથના સ્વીપર હરીભાઇ તુરીનો સમાવેશ થાય છે.

સ્વાતંત્ર પર્વ નિમિત્તે કોવિડ-19માં વિશિષ્ટ કામીગીરી કરનારા 21 કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવ્યું

કોરોનાને માત આપનારા પાલનપુર ઢુંઢીયાવાડીના રહેવાસી હંસરાજ દેવાજી ઘાવરી અને ડીસા અસગરી સોસાયટીના રહીશ બરકતઅલી ઉસ્માનઅલી ખોખરનું શાલ ઓઢાડી સમ્માન કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપદા મિત્ર તરીકે કામ કરતા હિતેશકુમાર મેવાડા, એથ્લેટીક્સમાં જગદીશ ઠાકોર, યોગાસનમાં આસ્થા ગૌસ્વામી અને ધ્રુવગીરી ગૌસ્વામીનું ટ્રોફી અને બ્લેઝર આપી સમ્માન કરાયું હતું.

ETV BHARAT
21 કોરોના વોરિયર્સનું સમ્માન

લોકડાઉનમાં સેવાના ક્ષેત્રમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરનારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ગિરીશ જગાણીયા, પરિવર્તન યુવા ફાઉન્ડેશનના પ્રમુખ મનોજ ઉપાધ્યાય, સદભાવના ગ્રુપ પાલનપુરના પ્રમુખ, જલારામ ટ્રસ્ટ ડીસાના પ્રમુખ, જમીયત ઉલ્મા- હિંદના પ્રમુખ, વિવેકાનંદ મંડળના પ્રમુખ ગૌરાંગ પાધ્યા અને વાલી હિતેષ ચૌધરી તથા ગણેશ યુવક મંડળના પ્રમુખનું પ્રમાણપત્ર આપી કલેક્ટરના હસ્તે સમ્માન કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.