ETV Bharat / state

પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 4ને ગંભીર ઇજા - 2 killed 4 injured in accident

બનાસકાંઠામાં પાલનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોનાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવને પગલે 108 એમ્બ્યુલન્સ વાન, પાલનપુર પોલીસ સહિત આજુબાજુના લોકો દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી.

પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 4ને ગંભીર ઇજા

author img

By

Published : May 22, 2021, 8:27 PM IST

  • પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત
  • લગ્નપ્રસંગમાંથી પરત ફરતાં ચૌહાણ પરિવારને અકસ્માત નડ્યો
  • અકસ્માતમાં ગાડીમાં સવાર 2નાં મોત, 4ને ગંભીર ઇજા

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોનો પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આજે પણ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાલનપુર દાંતા રોડ પર આવેલ રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સતલાસણાના નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર ઇકો ગાડી લઈને દાંતીવાડા પાસે લગ્નપ્રસંગે ગયો હતો. ત્યાંથી આ પરિવાર પરત આવી રહ્યો હતો તે દરમિયાન પાલનપુરના રતનપુર પાસે હાઇવે પર ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીના ફુરચેફુરચા ઉડી ગયાં હતાં.

નનીભાળુ ગામનો ચૌહાણ પરિવાર અકસ્માતમાં વિખરાયો
આ પણ વાંચોઃ Post Covid માટેના ઉપાય જાણવા “આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગ હેલ્પલાઇન” કાર્યરત

અકસ્માતમાં 2નાં મોત, 4 ઘાયલ

આ ગોઝારા અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા ઇકો ગાડીમાં બેઠેલાં જયબા કિરણસિંહ ચૌહાણ અને અમરતબા અદેસિંહ ચૌહાણનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો, 108 એમ્બ્યુલન્સ વાન અને પાલનપુર તાલુકા પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોના મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યાં હતાં. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડતાં બે લોકોના કરૂણ મોતથી ચૌહાણ પરિવારમાં માતમ છવાયો હતો.

આ પણ વાંચોઃ મોડાસામાં અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.