ETV Bharat / state

સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો, 495 વિદ્યાર્થીઓને રાજ્યપાલ દ્વારા પદવી એનાયત - latest news of gujarat

બનાસકાંઠા: દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના કુલ 495 જેટલા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પદવી એનાયત કરવામાં આવી. તો આ સાથે 28 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે રાજ્યના કૃષિપ્રધાન આર.સી ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. પદવી એનાયત થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

બનાસકાંઠા, દાંતીવાડા, રદાર પટેલ કૃષિ યુનિવર્સીટી, 15મો પદવીદાન સમારોહ, આચાર્ય દેવવ્રત
સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટીમાં 15મો પદવીદાન સમારોહ: 495 વિદ્યાર્થીઓને આચાર્ય દેવવ્રત દ્વારા પદવી એનાયત
author img

By

Published : Nov 30, 2019, 3:55 AM IST

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી અને સૌથી મોટી ગણાતી સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીમાં 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા કુલ 495 વિધાર્થીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી. તેમજ કુલ 28 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે રાજ્યના કૃષિપ્રધાન આર.સી ફળદુ, દેશની અનેક કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે રાજ્યપાલે સંબોધન કરતા કહ્યું કે,જે પણ વિદ્યાર્થીઓએ કૃષિ યુનિવર્સિટીમાંથી પદવી લીધી છે તે કૃષિ ક્ષેત્રની પ્રગતિ માટે કામ કરે.આ પ્રસંગે પદવી તેમજ સુવર્ણપદક મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. દાંતીવાડા.બનાસકાંઠા
રિપોર્ટ.. રોહિત ઠાકોર
તા.29 11 2019

સ્લગ....દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો..

એન્કર .....રાજ્યની સૌથી મોટા કૃષિ યુનીવર્સીટી ખાતે આજે 15 મો પદવીદાન સમારોહ યોજાયો. જેમાં સરદાર કૃષિ યુનીવર્સીટીના સ્નાતક અને અનુ સ્નાતક યુવાનોને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવદત્ત દ્વારા પદવી એનાયત કરવામાં આવી. કૃષિ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ આધુનિક પધ્ધતિથી લોકો ખેતી કરે તે માટે કામ કરે તેવી રાજ્યપાલ દ્વારા અપીલ કરવામાં આવી..

Body:વી ઓ .......બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર પટેલ કૃષિ યુનીવર્સીટી રાજ્યની સૌથી મોટી કૃષિ યુનીવર્સીટી છે. આજે સરદાર પટેલ કૃષિ યુનીવર્સીટીમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. આ પદવી રાજ્યપાલ આચાર્ય દેવદત્તના હસ્તે પદવી આપવામાં આવી. આજે યોજાયેલા પદવીદાન સમારોહમાં કુલ 495 વિધાર્થીઓને પદવી આપવામાં આવી. જે પણ વિષયમાં જે લોકોએ ઉચ્ચ ગુણ મેળવી પોતાના વિષયમાં તેમને સુવર્ણપદક આપવામાં આવ્યા. જેમાં કુલ 28 વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરવામાં આવ્યા હતા કૃષિ શિક્ષણમાં હવે મહિલાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મહિલાઓ પણ કૃષિના ક્ષેત્રમાં ભાગીદાર બંને અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવે તે માટે કામ કરવું જોઈએ. દેશમાં લોકોને અનાજ પૂરું પાડવાની જવાબદારી ખેડૂતોની છે. આથી ખેડૂતોની પ્રગતિ થાય તે માટે જે પણ વિદ્યાર્થીઓ આજે કૃષિ યુનીવર્સીટીમાંથી પદવી લીધી છે તે કૃષિ ક્ષેત્રે પ્રગતિ આવે તે માટે કામ કરે તેવી અપેક્ષા રાજ્યપાલ દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ કરવામાં આવી હતી જોકે આ પ્રસંગે ગોલ્ડમેડલ મેળવનાર વિધાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી..આજે યોજાયેલા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવદત્તની સાથે રાજ્યના કૃષિ મંત્રી આર.સી ફળદ્રુ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ પદવી મેળવનારવિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.કૃષિ યુનિવર્સિટીમાં આજે રાજ્યપાલ ,કૃષિ મંત્રી સહિત ,દેશની અનેક કૃષિ યુનિવર્સિટીનીના કુલપતિઓ તેમજ વિધાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં આજે પદવી એનાયત થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.