- સાબરકાંઠામાં 158 શિક્ષકોની નિમણુંક
- સેવા કરવાની તક મળી છે શિક્ષકોને
- કલેક્ટર હિતેષ કોયાના દ્વારા આપવામાં આવ્યા લેટર
સાબરકાંઠા: ગુજરાતમાં મંગળવારે 3000 જેટલા શિક્ષકોની ભરતી પક્રિયાનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ મંગળવારે 158 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને એનાયત કરાયા હતા.
સેવા કરવાની મળી તક
જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાએ શિક્ષણ સહાયકોને સંબોધતા જણાવ્યું હતુંકે,આપણને સરકારી સેવા કરવાની તક મળી છે. ત્યારે ઓતપ્રોત થઇ તન મન ધનથી સેવા કરી જિલ્લાના શિક્ષણ જગતને ઉજાગર કરો તેવી અપીલ કરી હતી. શિક્ષણ જગત અને તંત્રમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છો તે વખતે આ કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિ છે. આપ અન્ય જિલ્લાઓમાંથી આવો છો પણ હવે નોકરી મળી છેતો જિલ્લાને વતન માની સ્વીકારી શાળાને કર્મભૂમિ બનાવો, નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધશોતો કોઇ રંજ રહેશે નહિ, આવનારી પેઢીને તૈયાર કરવાની મોટી જવાબદારી છે. તેમ કહી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાના ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 41 શિક્ષકોને નિમણુંક પત્રો એનાયત કરાયા
ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાઇ
જોકે 158 શિક્ષક સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા બાદ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષણ સહાયકો, તેમના વાલીઓ એ સરકારની પારદર્શક ભરતી પક્રિયા અંગે હર્ષની લાગણી વ્યકત કરી હતી. આ વખતે જેલી ભરતીપ્રક્રિયામાં સરકાર દ્વારા સંપૂર્ણ માહિતી સાથે ઓનલાઇન પસંદગી અને ભરતી કરી નિમણૂક પત્ર એના કરતા ઉમેદવારો સહિત વાલીઓમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો : શિક્ષણ સહાયક ભરતી -2021 હેઠળ 2938 શિક્ષકોની નિમણુંક