ETV Bharat / state

કોરોના મહામારી વચ્ચે પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓ મુક્ત કરાયા - કેદીઓને મુક્ત કરાયા

બનાસકાંઠામાં પાલનપુરની જિલ્લા જેલમાંથી કોરોના મહામારી અંતર્ગત કેદીઓને મુક્ત મુકાયા છે. ગુજરાત હાઈપાવર કમિટીના આદેશ અનુસાર 7 વર્ષથી ઓછી સજા વાળા કાચા કામના કેદીઓ સહિત અને ભરણ પોષણના ગુનામાં સજા કાપતા 15 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા છે.

કોરોના મહામારી વચ્ચે પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓ મુક્ત કરાયા

author img

By

Published : May 19, 2021, 12:10 AM IST

  • કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
  • કોરોના મહામારીમાં કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય
  • પાલનપુર સબજેલ માંથી 15 કેદી મુક્ત કરાયા

બનાસકાંઠાઃ અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. ગુજરાતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારની સાથે-સાથે જેલમાં સજા ભોગવતા કેદીઓ પણ કોરોના વાઇરસથી પ્રભાવિત થયા છે. જેથી કેન્દ્ર સરકારની નોવેલ કોરોના મહામારી ગાઈડલાઈન અને ગુજરાત સરકારની હાઈપાવર કમિટીએ ગુજરાતની તમામ જેલોમાંથી 7 વર્ષથી ઓછી સજા વાળા કાચા કામના કેદીઓ અને ભરણપોષણ અંતર્ગત સજા કાપતા કેદીઓને છોડી મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

કોરોના મહામારી વચ્ચે પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓ મુક્ત કરાયા

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લા જેલમાં 14 કેદીઓ કોરોના સંક્રમિત થયા

પાલનપુર સબજેલ માંથી 15 કેદી મુક્ત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસની મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાંય વળી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલી સબજેલમાં પણ અનેક કેદીઓ જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે તે કેદીઓમાં પણ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા જિલ્લા જેલમાં પણ 15 કેદીઓને મુક્ત કરાયા છે. જેમાં 7 વર્ષથી ઓછી સજા વાળા 7 કાચા કામના કેદીઓ જ્યારે ભરણપોષણ ગુન્હાઓમાં સજા કાપતા 8 કેદીઓ મળી કુલ 15 કેદીઓની જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરાયા હતા.

આ તમામ કેદીઓને નજીકના પોલીસ મથકમાં હાજરી આપવી પડશે

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જેલના કેદીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કેદીઓને 1 મહિના સુધી મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પાલનપુર સબજેલમાંથી 15 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા જેલ અધિક્ષક વી.પી.ગોહિલે પાલનપુરની જિલ્લા જેલમાંથી 15 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે. જે કેદીઓએ તેમના નજીકની પોલીસ સ્ટેશનમાં એક મહિના સુધી હાજરી પુરાવવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.